શહીદ ઔરંગઝેબના ઘરે પહોંચ્યાં રક્ષામંત્રી, કહ્યું- આ પરિવાર દેશ માટે પ્રેરણા છે

જવાનના પરિવાર સાથે રક્ષામંત્રી

 • Share this:
  રક્ષામંત્રી સીતારમણ શહીદ સેનાના જવાન ઔરંગઝેબના પરિવાર સાથે મુલકાત કરવા માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યાં છે. રક્ષામંત્રીએ પિતા સાથે ઘણી વાતો કરી. પરિવારને મળતા રક્ષામંત્રી સીતારમણે કહ્યું કે આ પરિવાર આખા દેશ માટે પ્રેરણા છે.

  આ પહેલા સેનાના પ્રમુખ બિપિન રાવતે પણ તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. જણાવીએ કે જમ્મુ કાશ્મીરમાં સીઝફાયર પુરો થયાના એક દિવસ પહેલા જ આતંકીઓએ સેનાના જવાન ઔરંગઝેબની હત્યા કરી હતી.

  દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયા બાદ માર્યા ગયેલા રાઇફલમેન ઔરંગઝેબને પૂંછ જિલ્લાના સલાની ગામમાં ભારત સમર્થક અને પાકિસ્તાન વિરોધી નારો વચ્ચે રવિવારે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.  જવાનના પરિવારમાં એક દીકરો ગુમાવ્યાં બાદ પણ દેશ સેવાની ભાવના છે.  ઔરંગઝેબનું અપહરણ પુલવામાથી કરવામાં આવ્યું. તે પોતાના અંગત વાહન પર જઇ રહ્યો હતો. જવાન 44 રાષ્ટ્રીય રાઇફલમાં હતો. તે સેનામાં એન્ટી ટેરર ઓપરેશનનો ભાગ હતો અને તેની પોસ્ટિંગ સોફિયામાં હતી. સેનાએ જણાવ્યું હતું કે, જવાનને શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જવાનનું અપહરણ હિઝબુલ મુઝાહિદ્દીનના ખતરનાક આતંકીઓ સાથેના અથડામણ પછી કરવામાં આવ્યું. જેમાં હિઝબુલ આતંકી સમીર ટાઇગરનું પણ એનકાઉન્ટર કરવામાં આવ્યું હતું. સમીર ટાઇગર A++ કેટેગરીનો આતંકી હતો અને તે તમામ આતંકી હુમલામાં સામેલ હતો.
  Published by:Kaushal Pancholi
  First published: