આગામી મહિને આવશે રાફેલ વિમાન, ભારતને મળશે નવી તાકાત

ભારતમાં પ્રથમ રાફેલ વિમાન લાવવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ ફ્રાન્સ જશે

News18 Gujarati
Updated: August 21, 2019, 11:24 PM IST
આગામી મહિને આવશે રાફેલ વિમાન, ભારતને મળશે નવી તાકાત
આગામી મહિને આવશે રાફેલ વિમાન, ભારતને મળશે નવી તાકાત
News18 Gujarati
Updated: August 21, 2019, 11:24 PM IST
પાકિસ્તાન સાથે તણાવ ભર્યા માહોલ સમયે ભારતીય સેનાને એક નવી તાકાત મળશે. ભારતને પ્રથમ રાફેલ વિમાન 20 સપ્ટેમ્બર મળવાનું છે. ભારતમાં પ્રથમ રાફેલ વિમાન લાવવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ ફ્રાન્સ જશે.

ન્યૂઝ એજન્સી ANIના મતે જ્યારે ભારતને 20 સપ્ટેમ્બરે રાફેલ વિમાન આપવામાં આવશે તો ત્યાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ હાજર રહેશે. રક્ષા મંત્રાલયના સૂત્રોના મતે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ સુધી ભારતને રાફેલ સોંપવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.

રાફેલ વિમાન પારંપરિક રુપથી ભારતને સોંપવામાં આવશે. રાફેલ વિમાન સોપતા સમયે ફ્રાન્સના ઘણા વરિષ્ઠ અધિકારી પણ હાજર રહેશે. રાફેલ વિમાન આવ્યા પહેલા ભારતીય વાયુસેનાએ 24 પાયલોટને રાફેલની ટ્રેનિંગ આપવાની તૈયારી કરી લીધી છે. જેથી રાફેલ ભારતમાં આવે તો ભારતીય પાયલોટ આ વિમાનોને ઉડાડવા માટે પૂરી રીતે ટ્રેન્ડ થયેલા હોય. આ બધા પાયલોટ ત્રણ-ત્રણ અલગ બેન્ચમાં પોતાની ટ્રેનિંગ ખતમ કરી લેશે. આગામી વર્ષે મે મહિના સુધી રાફેલ વિમાન ભારતમાં આવશે. ત્યાં સુધી પાયલોટની ટ્રેનિંગ જારી રહેશે.

આ પણ વાંચો - PAKમાં ઇમરાન સામે વિરોધ વધ્યો, PM મોદીને કાશ્મીર વેચી દીધું હોવાનો આરોપ લાગ્યો

ભારતીય વાયુસેના રાફેલ લડાકુ વિમાનોના એક-એક દસ્તાને હરિયાણાના અંબાલા અને પશ્ચિમ બંગાળના હાશિમારા એરબેસ ઉપર નિયુક્ત કરવાનો પ્લાન બનાવી ચૂકી છે. ભારત આ બધા વિમાનોને પૂર્વી અને પશ્ચિમી ફ્રન્ટ પર ગોઠવશે.
First published: August 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...