દાઉદે છોટા રાજનને તિહાડ જેલમાં જ પતાવી દેવાનો બનાવ્યો પ્લાન?

છોટા રાજનને દિલ્હીની તિહાડ જેલમાં રાખવામાં આવ્યો છે

દેશની સુરક્ષિત માનવામાં આવતી તિહાડ જેલમાં પણ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના જીવને જોખમ છે.

  • Share this:
નવી દિલ્હીઃ દેશની સુરક્ષિત માનવામાં આવતી તિહાડ જેલમાં પણ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના જીવને જોખમ છે. ગુપ્ત એજન્સીઓનું કહેવું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ છોટા રાજનની હત્યા કરવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડી કંપનીના કહેવા પર દિલ્હીનો ટોપ ગેંગસ્ટર નીરજ બવાના છોટા રાજનને તિહાડ જેલની અંદર મારવાનો પ્લાન બનાવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ઇન્ટેલિજન્સે બે અઠવાડિયા પહેલા એવી આશંકા વ્યક્ત કરી હતી કે છોટા રાજનની જેલમાં હત્યા કરવામાં આવી શકે છે. ત્યાર બાદ ગુપ્ત એજન્સીઓએ તિહાડ જેલના અધિકારીઓને તેની સુરક્ષાની સમિક્ષા કરવાનું કહ્યું હતું. નીરજ બવાનાના એક સાથીએ નશાની હાલતમાં બીજા એક સાથીને આ વાત કહ્યા બાદ આ વાતનો ખુલાસો થયો હતો.

થોડા દિવસ પહેલા જ બવાનાની બેરેકમાંથી મોબાઈલ ફોન મળ્યા હતા. રાજનને દાઉદ અને તેના લોકોથી દૂર રાખવા માટે જ મહારાષ્ટ્રને બદલે દિલ્હીની તિહાડ જેલમાં રાખવામાં આવ્યો છે. જેલ અધિકારીઓનું કહેવું છે કે રાજનની સુરક્ષા ખૂબ જ ચુસ્ત છે. બવાના તેને સરળતાથી ટાર્ગેટ કરી શકે તેમ નથી.

એક અધિકારીએ કહ્યું કે રાજનની બેરેક જેલ નંબર-2માં અંતમાં છે. જ્યારે બવાનાને હાઈ-રિસ્ક વોર્ડમાં એકલો રાખવામાં આવ્યો છે. રાજન પાસે વિશ્વાસુ ગાર્ડ અને ખાવાનું બનાવનાર છે. બીજા ગાર્ડ્સ તેમની નિયમિત તપાસ પણ કરે છે.
First published: