વરૂણ ગાંધીને મારવા માંગતો હતો દાઉદનો આ શૂટર, અબુ ધાબીથી ઝડપાયો

બીજેપી નેતા વરુણ ગાંધી

 • Share this:
  અબુ ધાબીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના શાર્પ શૂટર રાશીદ માલબારીની ધરપકડ પછી ચોંકાવનારો ખુલાસો થયો છે. રાશીદ માલબારીએ છોટા શકીલના કહેવાથી શ્રીરામ સેનાના સંસ્થાપક પ્રમોદ મુથાલિક અને બીજેપી નેતા વરૂણ ગાંધીને મારવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ આ ષડયંત્ર પુરૂં થાય તે પહેલા જ તેના શૂટરની ધરપકડ કરી લેવામાં આવી હતી.

  રાશીદ વર્ષ 2014માં મેંગલુરૂ કોર્ટમાંથી નેપાળના રસ્તે ભારતમાંથી ફરાર થઇ ગયો હતો. અંડરવર્લ્ડનું નેપાળનું બધું કામ રાશીદ જ સંભાળે છે. બેંગકોકમાં વર્ષ 2000માં છોટા રાજન પર હુમલામાં રાશીદ પણ સામેલ હતો. હુમલામાં છોટા રાજનને ગોળી વાગી હતી પરંતુ તે ફરાર થઇ ગયો હતો. આ હુમલામાં છોટા રાજનનો નજીકનો માણસ રોહીત વર્મા માર્યો ગયો હતો. તે સમયે રાશીદે છોટા રાજન પર પણ ગોળી મારી હતી. તેની પર હત્યાના ઘણાં કેસ નોંધાયા છે. મેંગલુરૂ કોર્ટમાંથી ફરાર થયા બાદ પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર થઇ ચુકી છે.

  રાશીદ ડી ગેંગનો ભારતનો સૌથી મોટો માણસ માનવામાં આવે છે. તેણે છોટા રાજન પર હુમલા ઉપરાંત ક્વાલાલમ્પુરમાં છોટા રાજનના નજીકના માણસની હત્યામાં પણ તેનો હાથ હતો. સુરક્ષા એજન્સિઓ ધરપકડ પછી રાશીદને ભારત લાવવાનો પ્રયત્ન કરી રહી હતી. રાશીદની ધરપકડની પુષ્ટિ છોટા શકીલે પણ કરી છે.
  Published by:Kaushal Pancholi
  First published: