દંતેવાડામાં નક્સલી હુમલો, એક CRPF જવાન શહીદ, છ ઈજાગ્રસ્ત

News18 Gujarati
Updated: March 19, 2019, 7:32 AM IST
દંતેવાડામાં નક્સલી હુમલો, એક CRPF જવાન શહીદ, છ ઈજાગ્રસ્ત
પ્રતિકાત્મક ચિત્ર

નક્સલીઓએ કોંડા સાવલી-કમલ પોસ્ટની વચ્ચે સુરક્ષાદળોના જવાનો પર હુમલો કરી ત્યાં બ્લાસ્ટ કર્યો

  • Share this:
લોકસભા ચૂંટણી-2019 પહેલા છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ હિંસાની ઘટના આચરી છે. નક્સલીઓએ કોંડા સાવલી-કમલ પોસ્ટની વચ્ચે સુરક્ષાદળોના જવાનો પર હુમલો કરી ત્યાં બ્લાસ્ટ કર્યો હતો. ઘટનામાં 1 જવાન શહીદ થયા છે અને 6 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. સીઆરપીએફ 231 બટાલિયનના જવાન સર્ચિંગ માટે નિકળ્યા હતા. આ દરમિયાન અરનપુર સ્ટેશન ક્ષેત્રમાં એમ્બુશ લગાવીને બેઠેલા નક્સલીઓએ હુમલો કર્યો હતો. ઘટનાસ્થળે વધારે પોલીસ બળ રવાના કરાયું છે.

ન્યૂઝ 18 પાસે ઘટના પછીનો વીડિયો છે. જેમાં ઈજાગ્રસ્ત જવાનોને સાથી જવાનો સારવાર માટે મોકલી રહ્યા છે. ઈજાગ્રસ્ત જવાનોની સારી સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે. મળેલી જાણકારી પ્રમાણે ઈજાગ્રસ્ત જવાનોના નામ પ્રવીણ કુમાર, સુમીત કુમાર, એમ હરિકૃષ્ણ, જિતેન્દ્ર તોમર, મુનુ કૃષ્ણન, પાંડવ કુમાર છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 11 એપ્રિલે બસ્તર સીટ ઉપર ચૂંટણી થવાની છે. આ લોકસભા ક્ષેત્રમાં નક્સલવાદીઓએ આ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો - J&K: રાજૌરીમાં LoC ઉપર પાક. સેનાના ફાયરિંગમાં એક જવાન શહીદ, ત્રણ ઘાયલ

એન્ટી નક્સલ ઓપરેશનના ડીઆઈજી સુંદરાજ પી એ જણાવ્યું હતું કે નક્સલીઓએ સર્ચિંગ પર નિકળેલા જવાનોને નિશાન બનાવ્યા હતા. સીઆરપીએફની નક્સલીઓ સાથે અથડામણ થઈ હતી. જવાનોએ નક્સલીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.

 
First published: March 18, 2019, 9:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading