દિલ્હીના ગૌરી ગેંગના બે સભ્યોને TikTok પર વીડિયો બનાવવો ભારે પડ્યો છે. તેમણે ક્યારેય વિચાર કર્યો નહીં હોય કે સોશિયલ મીડિયા એપની મદદથી પોલીસ તેમની સુધી પહોંચી શકે છે. દિલ્હી પોલીસે આ ગેંગના બે સભ્યોને ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ કરી છે.
આ બંને ગેંગસ્ટરોએ હની સિંહ જેવા વાળ બનાવી રાખ્યા હતા. બંને હની સિંહના ગીતો પર ડાન્સ કરતા પોતાનો વીડિયો બનાવતા હતા. વીડિયોમાં બંને પોતાની પિસ્તોલ લહેરાવતા હતા.
પોલીસ ઘણા સમયથી શહજાદા પરવેઝ(24) અને મોનૂ (23)ની શોધ કરી રહી હતી. શુક્રવારે આ બંનેએ એક ટિકટોક વીડિયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને લઈને પોલીસેને જાણકારી આપવામાં આવી હતી.
ડીસીપી ઓલ્ટો અલ્ફોંસે કહ્યું હતું કે એવું લાગે છે કે આ બંને હની સિંહના પ્રશંસક છે. એક સપ્તાહ પહેલા બંનેએ એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તે પોતાની બંદૂકોનું પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો બંનેએ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો.
પોલીસના મતે વીડિયોમાં એ સ્પષ્ટ થયું હતું કે આ વિપિન ગાર્ડન વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો છે. આ પછી બંનેને પકડવા માટે પોલીસે એક જાળ બિસાવી હતી અને બંનેને પકડી લીધા હતા. બંને પાસેથી એક પિસ્તોલ, જીવતા કારતુસ અને કેટલાક દેશી કટ્ટા મળી આવ્યા છે. આ વીડિયોમાં બંને એક સામાજિક કાર્યક્રમમાં બળજબરીથી ધૂસીને બંદૂક લહેરાવતા હતા.
શહજાદાના પિતાની ઉત્તમ નગર વિસ્તારમાં ચિકનની એક દૂકાન છે. શહજાદા અને મોનૂ ત્યાં કામ કરતા હતા. પોલીસના મતે આ બંને કોઈપણ સામાજિક કાર્યક્રમમાં આમંત્રણ વગર પહોંચી જતા હતા અને ત્યાં પોતાની બંદૂકો લહેરાવતા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર