21 વર્ષનો ડાન્સર ત્રણ-ત્રણ ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા ચડ્યો ચોરીના રવાડે!

News18 Gujarati
Updated: November 16, 2018, 8:30 AM IST
21 વર્ષનો ડાન્સર ત્રણ-ત્રણ ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા ચડ્યો ચોરીના રવાડે!
પ્રતિકાત્મક તસવીર

આરોપી યુવકની ઓળખ રોહન ગીલ ઉર્ફે સની તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સની દિલ્હીના ગોવિંદપુરીની નિવાસી છે.

  • Share this:
નવી દિલ્હીઃ દક્ષિણ-પૂર્વ દિલ્હીમાંથી પોલીસે એક 21 વર્ષીય ડાન્સરની ધરપકડ કરી છે. ડાન્સર પર આરોપ છે કે તેણે તેની સ્ત્રી મિત્રોના શોખ પૂરા કરવા માટે એક રીક્ષા ડ્રાઇવરને લૂંટી લીધો હતો.

આરોપી યુવકની ઓળખ રોહન ગીલ ઉર્ફે સની તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સની દિલ્હીના ગોવિંદપુરીની નિવાસી છે.

આ બનાવ બુધવારે મોડી રાત્રે બન્યો હતો. અહીં રાહુલ નામનો એક ઓટો ડ્રાઇવર ગોવિંદપુરી ચોક ખાતે પોતાની રીક્ષામાં પૈસા ગણી રહ્યો હતો. આ દરમિયાન આરોપી સની આવ્યો હતો અને તેનું વોલેટ છીનવીને ભાગી ગયો હતો. દક્ષિણ-પૂર્વના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ ચિન્મય બિસવાલે આ માહિતી આપી હતી.

રાહુલે બૂમાબૂમ કરતા ભાગી રહેલા સનીની નજીકમાં જ પેટ્રોલિંગ કરી રહેલી ટીમે ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચોઃ પુરુષ અને તેની મહિલા મિત્રએ દારૂના નશામાં પોલીસ સ્ટેશન માથે લીધું

પોલીસને સની પાસેથી રૂ. 1900 ભરેલું વોલેટ અને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.પૂછપરછ દરમિયન સનીએ પોલીસે જણાવ્યું હતું કે તેની ત્રણ ગર્લફ્રેન્ડ છે. આથી તેમના શોખ પૂરા કરવા અને સરળતાથી પૈસા મેળવવા માટે તે ચોરીના રવાડે ચડી ગયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા સનીનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. ડિસેમ્બર 2017 પછી તેની ત્રણ વખત ધરપકડ કરવામાં આવી ચુકી છે.
First published: November 16, 2018, 8:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading