દલિત સંગઠનોનું બંધનું એલાનઃ મુંબઈમાં બસોમાં તોડફોડ, ટ્રેન સેવાને અસર

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 3, 2018, 1:52 PM IST
દલિત સંગઠનોનું બંધનું એલાનઃ મુંબઈમાં બસોમાં તોડફોડ, ટ્રેન સેવાને અસર
બંધને પગલે મુંબઈમાં બેસ્ટની અનેક બસોમાં તોડફોડ કરવામાં આવી

મેવાણી અને ખાલિદે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યાની ફરિયાદ પુણેના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

  • Share this:
મુંબઈઃ મહારાષ્ટ્રમાં પુણેમાં ભીમા કોરેગાંવમાં થયેલી હિંસાના વિરોધમાં આજે દલિત સંગઠનોએ મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે હિંસાના વિરોધમાં મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે.  બંધને પગલે મુંબઈમાં અનેક બસોમાં તોડફોડ કરવામાં આવી છે. દેખાવકારોએ ટ્રેનોને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, બંધના એલાન વચ્ચે સ્કૂલો અને ઓફિસો ખુલ્લી રહી છે. એરલાન્સ કંપનીઓએ જાહેરાત કરી છે કે જો કોઈ વ્યક્તિ ફ્લાઇટ ચુકી જશે તો તેના માટે તેને કોઈ ચાર્જ નહીં કરવામાં આવે. 8 જિલ્લામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.

ક્યાંથી શરૂ થયો વિવાદ?

આખો વિવાદ 29મી ડિસેમ્બરથી શરૂ થયો હતો. આ દિવસે પુણેના વડૂ ગામમાં દલિત જાતિના ગોવિંદ મહારાજની સમાધી પર હુમલો થયો હતો. મિલિંદ એકબોટેના હિન્દુ એકતા મોર્ચા પર તેનો આરોપ લાગ્યો અને એફઆઈઆર પણ નોંધવામાં આવી. એક જાન્યુઆરીના રોજ દલિત સમાજના લોકો પુણેના ભીમા કોરેગાંવમાં શૌર્ય દિવસ મનાવવા માટે એકઠા થયા, આ દરમિયાન સવર્ણો અને દલિતો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ હિંસા વધતી ગઈ હતી.

મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ તોડફોડના બનાવ


જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ફરિયાદ

જે દિવસે શૌર્ય દિવસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો તે દિવસે મંચ પર ગુજરાતના દલિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને જેએનયૂના સ્ટુડન્ટ નેતા ઉમર ખાલિદ પણ હાજર હતા. બંનેએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યાની ફરિયાદ પુણેના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.
અનિચ્છનિય બનાવ ન બને તે માટે ઠેરઠેર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે


 
First published: January 3, 2018, 9:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading