લોકસભામાં SC/ST સંશોધન બિલ પાસ થયા પછી પાછું લેવાયું ‘ભારત બંધ’

News18 Gujarati
Updated: August 9, 2018, 10:02 AM IST
લોકસભામાં SC/ST સંશોધન બિલ પાસ થયા પછી પાછું લેવાયું ‘ભારત બંધ’
વિરોધ કરતા યુવકો

SC/ST એક્ટ ઉપર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દલિત સંગઠનોએ ગુરુવારે કરવામાં આવનારા આંદોલનને પાછું ખેંચ્યું છે.

  • Share this:
SC/ST એક્ટ ઉપર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દલિત સંગઠનોએ ગુરુવારે કરવામાં આવનારા આંદોલનને પાછું ખેંચ્યું છે. આંદોલન પાછું લેવા અંગેની જાણકારી આપતા અખઇલ ભારતીય આંબેડકર મહાસભાએ હજી સુધી આગામી તારીખ સુધી નિર્ણય આપ્યો નથી. NEWS18 સાથે વાત કરતા એઆઇએએમના ચેરમેન અશોક ભારતીએ કહ્યું કે, અમે અમારી માંગોને પુરી કરવા માટે સરકારને વધારે સમય આપી રહ્યા છીએ. જો કેન્દ્ર અમારી માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો. અમે ફરથી રસ્તાઓ ઉપર ઉતરી આંદોલન કરીશું.

અશોક ભારતીએ કહ્યું કે, આ નિર્ણય કાવડ યાત્રાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ભારતીએ કહ્યું કે, ભારત બંધના એલાનથી સરકારને ઝાટકો લાગ્યો હતો. એજ કારણ છે કે, તેઓ સંશોધન લાવવા માટે સહમત થયા છે.

આ પહેલા ભાજપના સાંસદ ચિરાગ પાસવાને કહ્યું કે, અનુસૂચિત જાતિ-જનજાતિ અધિનિયમ ઉપર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરૂદ્ધ નવ ઓગસ્ટે દલિત સંગઠનોના પ્રસ્તાવિક ભારત બંધને પાછું લેવામાં આવ્યું છે. કારણ કે કેન્દ્રએ કાયદાને પુનઃસ્થાપિત કરવા માટે સંશોધન બિલને રજૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશના આદેશના વિરોધનમાં હવે બંધ આપવાનું કોઇ કારણ નથી. કારણ કે, સરકારે સંશોધન બિલ રજૂ કરી દીધું છે.

જ્યારે એસટી કાયદા પર નિર્ણય પસાર કરનાર બેચના સભ્ય સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ એ.કે. ગોયલને એનજીટી પ્રમુખ નિમણૂક કરવાના સરકારના નિર્ણય અંગે પૂછવામાં આવ્યું તો. તેમણે કહ્યું કે, તેમના મનમાં કોઇ વ્યક્તિગત નારાજગી નથી. જોકે, આદેશ આવ્યા બાદ અસંતોષ જરૂર હતો. પરંતુ આ નિર્ણયને સરકારે નકારી કાઢ્યો છે. તેમની નિમણૂંક હવે મુદ્દો નથી રહ્યો.
First published: August 9, 2018, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading