દલિતો આજે મોટા મોટાના માથા પરથી તાજ ઉતારી શકે છે: રાજ બબ્બર

News18 Gujarati
Updated: August 7, 2018, 12:05 PM IST
દલિતો આજે મોટા મોટાના માથા પરથી તાજ ઉતારી શકે છે: રાજ બબ્બર
બેઠકમાં દેશના દલિત કોની સાથે? પર ચર્ચા

  • Share this:
બેઠકના એક સત્રમાં 'દેશના દલિત કોની સાથે?'માં યુપી કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર, એલજેપી સાંસદ ચિરાગ પાસવાન, બીજેપી પ્રવક્તા સુઘાંશૂ ત્રિવેદી, બસપા પ્રવક્તા સુધીન્દ્ર ભદૌરિયા સામેલ હતાં. તેમની વાતોના મુખ્ય અંશો જોઇએ.

જાતિ દેશની વિડંબના છે: ચિરાગ પાસવાન

આ દરમિયાન દલિતોની દુર્દશાના સવાલ પર પાસવાને કહ્યું કે, આઝાદીના 70 વર્ષ પછી પણ એસસી-એસટી આયોગની જરૂરિયાત કેમ છે. કેમ દલિતોને આપણે બરાબરી નથી આપી શકતાં. જાતિ દેશની વિડંબના છે.

જનતા આગળ અહંકાર નહીં ટકી શકે: રાજ બબ્બર

ચિરાગ પાસવાને વિશ્વાસથી કહ્યું કે 2019માં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનવાના છે. તેની પર રાજ બબ્બરે કહ્યું વડાપ્રધાનનો ઉમેદવાર છે તો રાહુલ ગાંધી છે. પરંતુ જ્યારે રાહુલ ગાંધીએ જ કહી દીધું કે અમારું પહેલું લક્ષ્ય વડાપ્રધાન રેસ નથી પરંતુ પહેલો હેતું જનતાની ચાહ છે કે બીજેપીને દેશમાંથી હટાવવામાં આવે. તેમના નિવેદેન પર ચિરાગ પાસવાને કટાક્ષ કરતાં કહ્યું કે, મહાગઠબંધનમાં એક ડઝનથી વધારે પીએમ ઉમેદવાર છે. જેની પર બબ્બરે કહ્યું કે જનતા વડાપ્રધાન બનાવશે અને જનતા આગળ અહંકાર નહીં ટકી શકે.દલિતોનો અવાજ બનવા માટે માયાવતીએ સંસદ છોડી દીધી: સુધીન્દ્ર ભદૌરિયા

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, 'માયાવતી પોતાની બાજુમાં દલિતોને બેસવા નથી દેતી. કોઇ દલિતની હેસિયત નથી કે માયાવતીની બાજુમાં તેમનો ફોટો પણ મુકે.' ત્રિવેદીના આરોપો પર સુધીન્દ્ર ભદૌરિયાએ કહ્યું કે, ' દલિતોનો અવાજ બનવા માટે માયાવતીએ સંસદ છોડી દીધી. જો બીજેપીને દલિત પ્રેમ છે તો પ્રમોશનમાં આરક્ષણ કેમ નથી આપતાં.' તેમણે તે પણ કહ્યું કે, 'હીરા વેપારીનો કોટ પહેરવો પીએમને મંજૂર છે. પરંતુ માયાવતી દલિતોની મહેનતથી બનેલી નોટોની માળા પહેરે તે મંજૂર નથી.'

દલિત આજે મોટા મોટા લોકોનાં માથા પરથી તાજ છીનવી શકે છે: રાજ બબ્બર

આઝાદીના આટલા વર્ષો પછી પણ દેશમાં દલિતોની ખરાબ હાલાત કેમ છે આવો સવાલ જ્યારે કોંગ્રેસ નેતા રાજ બબ્બરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, વર્ણ વ્યવસ્થા 70 વર્ષ પહેલા નથી બની. આ વ્યવસ્થા 5000 વર્ષથી ચાલતી આવે છે. વર્ણ વ્યવસ્થામાં કામ કરનાર લોકોને સૌથી નીચું સ્થાન આપવામાં આવે છે. સમાજમાં કામ કરવાવાળાઓને સૌથી નીચે રાખવામાં આવે છે.

5000 વર્ષ પહેલાની વિડંબનાને 70 વર્ષમાં ઘણી સારી કરવામાં આવી છે. વોટના અધિકારથી દરેક વ્યક્તિને નિર્ણય કરવાનો અધિકાર મળ્યો છે. દલિત આજે મોટા મોટા લોકોનાં માથા પરથી તાજ છીનવી શકે છે.
First published: August 7, 2018, 12:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading