દુષ્કર્મના આરોપી દાતી મહારાજ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર

News18 Gujarati
Updated: June 14, 2018, 9:20 AM IST
દુષ્કર્મના આરોપી દાતી મહારાજ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર
સ્વયંભૂ બાબા દાતી મહારાજ (ફાઇલ ફોટો)

  • Share this:
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 25 વર્ષીય યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપી સ્વયંભૂ બાબા દાતી મહારાજ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે, બુધવારે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે મહિલાએ દક્ષિણ દિલ્હીના ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનમાં રવિવારે દાતી મહારાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તે એક દાયકા સુધી બાબાની શિષ્ય રહી હતી. પરંતુ દાતી મહારાજ અને તેમના બે શિષ્યો દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ, તે રાજસ્થાન પોતાના રાજ્યમાં પરત ફરી હતી.

પોલીસ જણાવ્યું હતું કે ભોગ બનનારનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે જણાવ્યું કે આરોપી દેશ છોડીને ફરાર ન થાય તે માટે, લુકઆઉટ સરક્યુલર નોટિસ જાહેર કરવામાં આવી છે.

આરોપી મહિલાએ પોલીસને કહ્યું કે તે લગભગ એક દાયકા સુધી મહારાજની અનુયાયી હતી, પરંતુ મહારાજ અને અનુયાયીઓના વારંવાર દુષ્કર્મ બાદ,રાજસ્થાન પરત ફરી હતી.

પીડિત મહિલાએ આરોપ મૂક્યો છે કે બાબાની અન્ય એક મહિલા અનુયાયી બળજબરીથી તેમને મહારાજના રૂમમાં મોકલતી હતી. ધમકી આપતી હતી કે તે અન્ય શિષ્યો સાથે પણ શારીરિક સંબંધ રાખે છે.

આશરે બે વર્ષ પહેલાં તે આશ્રમથી દૂર ચાલી ગઇ હતી અને લાંબા સમયથી તે ડિપ્રેશનમાં હતી. આ તણાવ વચ્ચે તેણે તેના માતા-પિતાને પૂરી વાત કહી હતી અને પોલીસને ફરિયાદ કરી હતી.
First published: June 14, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading