ઓડિશામાં 'તિતલી' વાવાઝોડાને કારણે રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ ચાર દિવસ બંધ

News18 Gujarati
Updated: October 10, 2018, 10:21 AM IST
ઓડિશામાં 'તિતલી' વાવાઝોડાને કારણે રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ ચાર દિવસ બંધ
બંગાળની ખાડીમાં ઓછા દબાણના કારણે બનેલું તિતલી તોફાન ઓડિશા અને આંધ્ર પ્રદેશના કિનારા તરફ વધી રહ્યું છે.

બંગાળની ખાડીમાં ઓછા દબાણના કારણે બનેલું 'તિતલી' તોફાન ઓડિશા અને આંધ્ર પ્રદેશના કિનારા તરફ વધી રહ્યું છે.

  • Share this:
બંગાળની ખાડીમાં ઓછા દબાણના કારણે સર્જાયેલું  'તિતલી' તોફાન ઓડિશા અને આંધ્ર પ્રદેશના કિનારા તરફ વધી રહ્યું છે.  હવામાન વિભાગે આ બંન્ને રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓડિશા સરકારે બુધવારથી ચાર દિવસ સ્કૂલ કોલેજ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

તોફાનના કારણે ભારે વરસાદની સાથે 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી તેજ હવાઓ ચાલશે. હવામાન વિભાગે 24 કલાક દરમિયાન આ વધારે સક્રિય થશે તેવી ચેતાવણી આપી છે. તોફાન તિતલીનું કેન્દ્ર ગોપાલપુરથી 510 કિમી દૂર દક્ષિણપૂર્વમાં સ્થિત છે.

ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે જારી કરેલી એડવાઇઝરમાં જણાવ્યું કે તિતલીને કારણે 10-11 ઓક્ટોબરે આંધ્ર-ઓરિસ્સામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દરિયા કિનારા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપી છે.

હવામાન વિભાગ પ્રમાણે અરબી સમુદ્રમાં હવાના ઓછા દબાણના કારણે સર્જાયેલા ભીષણ વાવાઝોડાને લીધે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ દિવસમાં લોબાન નામનું વાવાઝોડું દક્ષિણ ઓમાન અને યમન કોસ્ટ તરફ ફંટાવાની શક્યતા છે અને તેને કારણે તામિલનાડુ, પોંડિચેરી અને લક્ષ્યદ્વીપ જેવા રાજ્યોમાં પણ વરસાદ પડી શકે છે.

તોફાનના કારણે ભારે વરસાદની સાથે 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી તેજ હવાઓ ચાલશે.
ભારતીય કોર્ટ ગાર્ડના મથકો એલર્ટ

ભારતીય કોસ્ટ ગાર્ડે તેના તમામ મથકોને એલર્ટ કરી દીધા છે. કોસ્ટ ગાર્ડે તેના ડોર્નિયર વિમાન અને જહાજને કેરળ, લક્ષ્યદ્વીપ,તથા દક્ષિણ તામિલનાડુમાં તૈયાર કરીને રાખ્યાં

ડેપ્યુટી સ્પેશિઅલ રિલીફ કમિશનર પીકે મોહપાત્રાએ જણાવ્યું છે કે રાજ્યને મોટરથી ચાલનારી 300 બોટ, રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા દળ, ઓડિશા આપદા રેપિડ એક્શન ફોર્સની ટીમો અને ફાયર બ્રિગેડને બચાવ અભિયાનમાં મદદ માટે તહેનાત કરવામાં આવ્યાં છે.
First published: October 10, 2018, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading