બંગાળનાં દરિયાકાંઠે અથડાશે 'બુલબુલ' વાવાઝોડું, બે લોકોનાં મોત, અલર્ટ પર નૌસેના

News18 Gujarati
Updated: November 10, 2019, 11:24 AM IST
બંગાળનાં દરિયાકાંઠે અથડાશે 'બુલબુલ' વાવાઝોડું, બે લોકોનાં મોત, અલર્ટ પર નૌસેના
આ ચક્રવાતી તોફાનને ઘણું જ ખતરનાક માનવામાં આવી રહ્યું છે.

આ ચક્રવાતી તોફાનને ઘણું જ ખતરનાક માનવામાં આવી રહ્યું છે. આ પહેલા જ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે.

  • Share this:
કોલકાતા : ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department) પ્રમાણે ચક્રવાત બુલબુલ (BulBul cyclone)  પશ્ચિમ બંગાળનાં (West Bengal) તટથી અથડાઇ ગયું છે. આ તોફાનને કારણે ઓછામાં ઓછા બે લોકોની મોત થવાનાં સમાચાર મળી રહ્યાં છે. કોલકતાનાં એરપોર્ટને શનિવારે રાતથી 12 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ ચક્રવાતી તોફાનને (Cyclonic Storm) ઘણું જ ખતરનાક માનવામાં આવી રહ્યું છે. આ પહેલા જ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે.

120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે

હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે રવિવારે રાતે 00.30 કલાકે બુલબુલ વાવાઝોડાનું દબાણ, સુંદરબન નેશનલ પાર્કથી 30 કિ.મી. દક્ષિણ પશ્ચિમ તરફ રાજ્યનાં તટીય વિસ્તારો ઉપર છે. માનવામાં આવી રહ્યું છે કે રવિવારે સવારે આ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ જતું રહેશે. અહીં તોફાન નબળું પડી શકે છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં એલર્ટ અપાયું છે. સાવચેતીના પગલાંરૂપે એનડીઆરએફની 35 ટીમ તહેનાત કરાઈ છે. બીજી બાજુ ઓડિશામાં પણ આ તોફાનને કારણે સમુદ્રમાં બેથી ત્રણ મીટર ઊંચા મોજાં ઊછળે તેવી સંભાવના છે. 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આ પણ વાંચો : Ayodhya Verdict: 10 પોઇન્ટમાં સમજો સુપ્રીમ કોર્ટનો આખો નિર્ણય

ફ્લાઇટ મોડી પડતા મુસાફરો પરેશાન

બંગાળની ખાડીમાં આવેલા મહાવિનાશક ચક્રવાત બુલબુલને કારણે કોલકાતા એરપોર્ટ શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે સાંજે અમદાવાદથી કોલકાતા જતી ઇન્ડિગોની ફ્લાઈટ રદ કરવાની એરલાઈન્સને ફરજ પડી હતી. તે ઉપરાંત ગોએરની બેંગલુરુથી અમદાવાદ આવતી ફ્લાઈટ સતત બીજા દિવસે 6 કલાકથી વધુ મોડી પડતા પેસેન્જરો હેરાન પરેશાન થયા હતા. શનિવારે અમદાવાદ આવતી જતી 10 જેટલી ફ્લાઈટ 1 કલાકથી વધુ મોડી પડી હતી.
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर