આલોક વર્માના આરોપ પર CVCએ સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં રિપોર્ટ આપ્યો

આલોક વર્માના આરોપ પર CVCએ સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં રિપોર્ટ આપ્યો

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેન્ચે રિપોર્ટને રેકોર્ડમાં લીધો, મામલાની આગામી સુનાવણી 16 નવેમ્બરે યોજાશે

 • Share this:
  સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપ પર સેન્ટ્રલ વિજીલન્સ કમિશને (સીવીસી) પોતાની શરુઆતી તપાસનો રિપોર્ટ સોમવારે સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેન્ચે રિપોર્ટને રેકોર્ડમાં લીધો છે અને મામલાની આગામી સુનાવણી 16 નવેમ્બરને શુક્રવારે યોજાશે

  આ સુનાવણી દરમિયાન સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર એમ નાગેશ્વર રાવ પણ એજન્સીના પ્રમુખ તરીકે 23 ઓક્ટોબરથી અત્યાર સુધી કરેલા પોતાના નિર્ણયો વિશે રિપોર્ટ દાખલ કર્યો છે. જ્યારે સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશ એકે પટનાયકે સીવીસી તપાસની દેખરેખ કરી હતી, જે 10 નવેમ્બરે પુરી થઈ હતી.

  સીજેઆઈએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે રજીસ્ટ્રી રવિવારે પણ ખુલી હતી પણ રિપોર્ટ દાખલ કરવાના સંબંધમાં રજિસ્ટ્રારને કોઈ સુચના આપવામાં આવી ન હતી. આ મુદ્દે સોલિસીટર જનરલે માફી માંગી હતી અને કહ્યું હતું કે તે પરિસ્થિતિઓ વિશે કોઈ સ્પષ્ટીકરણ આપી રહ્યા નથી.પણ રિપોર્ટ સોંપવામાં તેમના તરફથી મોડુ થયું છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સીવીસીને બે સપ્તાહની અંદર તપાસ પુરી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

  આ પણ વાંચો - નોટબંધી અને GSTએ ભારતનાં વિકાસને રગદોળી નાંખ્યો: રઘુરામ રાજન

  આલોક વર્મા અને રાકેશ અસ્થાનાએ એક-બીજા ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. આથી ઘણો વિવાદ થયો હતો. આ પછી કેન્દ્રએ બંને અધિકારીઓને રજા ઉપર મોકલી દીધા હતા અને બંનેના બધા અધિકારો પાછા લઈ લીધા હતા. કેન્દ્રના આ નિર્ણયને વર્માએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
  Published by:Ashish Goyal
  First published: