Home /News /india /

J&K: આતંકીઓના સફાયા માટે CRPFની આ હેલ્પલાઇન છે કારગર

J&K: આતંકીઓના સફાયા માટે CRPFની આ હેલ્પલાઇન છે કારગર

    કાશ્મીરમાં સીઆરપીએફે શરૂ કરેલી હેલ્પલાઇન ઘણી કારગર સાબિત થઇ રહી છે. જેમાં લોકો ઓનલાઇન શોપિંગમાં થતી ગરબડી કે પોતાની આસપાસ કોઇ સંદિગ્ધ ગતિવિધિની ફરિયાદ તો કરે જ છે સાથે જો કોઇ આતંકીને પણ સમર્પણ કરવું હોય તો તે તેની પર જ સંપર્ક સાધે છે.

    સીઆરપીએફની આ યાદગાર હેલ્પલાઇન સેવાની શરૂવાત (1411) જુલાઈ 2016માં જ્યારે હિઝબુલ મુઝાદિન કમાંડર બુરહાન વાનીના મોત પછી ઘાટીમાં સંચારની મોટાભાગે બધી જ સેવાઓ ઠપ થઇ ગઇ હતી.

    સીઆરપીએફના આઈજી (ઓપરેશન્સ) જુલ્ફિકાર હસને ન્યૂઝ 18ને જણાવ્યું કે આની શરૂવાત ત્યારે અસ્થાયી જનસુવિધાઓમાં અભાવ થઇ ગયો હતો તેમાંથી છૂટકારો મેળવવા. ઉપરાંત આતંકવાદીઓ રાજ્ય અને જનતા વચ્ચે જે અંતર ઉભું કરવા માંગે છે તેનાથી પણ બચી શકાય. તે સમયે થોડા સમય માટે લોકોનો વિશ્વાસ તંત્ર પરથી ઉઠી ગયો હતો પરંતુ આ કાર્યક્રમ પછી લોકોનો વિશ્વાસ ફરીથી આવી ગયો છે.

    જ્યારે આ સેવાઓ શરૂ કરવામાં આવી ત્યારે સીઆરપીએફને કેરિયર કાઉન્સિલિંગ, મેડિકલ મદદ, ટ્રાન્સપોર્ટ સેવા તથા પાડોશીઓના ઝઘડાઓ સંબંધિત તમામ ફોન આવતા હતાં.

    સીઆરપીએફના કમાંડેન્ટ ગૂલ જુનૈદ ખાને કહ્યું કે, અત્યારે જ અમને એક કોલ આવ્યો હતો તેમાં તેની મુશ્કેલી હતી કે તેના ખેતરમાં પાણી ભરાઇ જતું હતું પરંતુ અમે આમાં કાંઇ ન કરી શકીએ કારણ કે તેનું ખેતર નદી પાસે હતું. જ્યારે બીજા વ્યક્તિએ ઓનલાઇન શોપિંગમાં તેની સાથે છેતરપિંડી થઇ તેવો કોલ આવ્યો. માનસિક રીતે બીમાર વ્યક્તિ વારંવાર પ્રેંક કોલ કર્યા કરતો હતો. આ બધા જ કેસનો ઉકેલ અમે સફળતા પૂર્વક લાવ્યાં છે.

    સામાન્ય મુદ્દાઓ ઉપરાંત અહીં આતંકવાદીઓ અંગે જાણકારી આપવા માટે પણ સ્થાનિક લોકોના કોલની સાથે સરેન્ડર કરવા માંગતા આતંકીઓના પણ કોલ આવે છે.

    ગત જુલાઇમાં શરૂ થનારી આ સુવિધા પર અત્યાર સુધી 1.33 લાખ કોલ આવ્યાં છે. તેમને એક મહિનામાં 12થી 15 હજાર કોલ આવે છે.
    સ્થાનિક લોકો તરફથી થતી પ્રસંશા અમને કહે છે કે અમે બરાબર રસ્તા પર છીએ. પહેલા અમે આ હેલ્પલાઇનની શરૂવાત આપતકાલીન સેવા માટે કરી હતી પરંતુ આ સેવા અમારા વિચારથી ઘણી મોટી થઇ ગઇ છે જેને અમે ચાલું જ રાખીશું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Burhan Wani death, CRPF, Jammu kashmiar, Kashmir protests

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन