મધ્ય પ્રદેશમાં બીજેપીને ફટકો, પાર્ટીના 2 MLA કોંગ્રેસ સાથે આવ્યા

News18 Gujarati
Updated: July 24, 2019, 6:56 PM IST
મધ્ય પ્રદેશમાં બીજેપીને ફટકો, પાર્ટીના 2 MLA કોંગ્રેસ સાથે આવ્યા
મધ્ય પ્રદેશમાં બીજેપીને ફટકો, પાર્ટીના 2 MLA કોંગ્રેસ સાથે આવ્યા

બીજેપીના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસના પક્ષમાં વોટ કર્યો

  • Share this:
મધ્ય પ્રદેશ વિધાનસભામાં કમલનાથ સરકારે બીજેપીની સરકાર પાડવાની ધમકીનો આજે જ જવાબ આપી દીધો છે. દંડ વિધિ સંશોધન વિધેયક ઉપર મત વિભાજનમાં બીજેપીના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસના પક્ષમાં વોટ કર્યો હતો. આ પછી મીડિયા સામે કહ્યું હતું કે અમે ઘરે પાછા પરત ફર્યા છીએ. વિધેયકના પક્ષમાં 122 વોટ પડ્યા હતા.

બીજેપીના બે ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી અને શરદ કોલ કોંગ્રેસની સાથે આવી ગયા છે. પ્રદેશ વિધાનસભામાં ઝડપથી ઘટના ક્રમ બદલ્યો હતો. સદનમાં દંડ વિધિ સંશોધન ઉપર ચર્ચા થઈ રહી હતી. BSPના ધારાસભ્ય સંજીવ સિંહ આ મુદ્દે વોટિંગની માંગણી કરી રહ્યા હતા. વિધાનસભામાં પક્ષ અને વિપક્ષમાં જોરદાર ચર્ચા થઈ હતી. વિપક્ષે કહ્યું હતું કે વિધેયક સર્વસંમત્તિથી પાસ કરવામાં આવે પણ સત્તા પક્ષ વોટિંગ દ્વારા સદનમાં બહુમત સાબિત કરવા અડગ રહ્યો હતો. આ દરમિયાન બીજેપીના ધારાસભ્યો તુટ્યા હોવાના સમાચાર આવ્યા હતા. શરદ કોલ અને નારાયણ ત્રિપાઠી કોંગ્રેસમાં પક્ષમાં વોટિંગ કરી શકે છે તેવી વાત બહાર આવી હતી.

આ પણ વાંચો - હવે ગાડી ચલાવતા સમયે આ નિયમો તોડશો તો ભરવો પડશે ભારે દંડ

સરકાર અલ્પમતમાં હોવાના બીજેપીના નેતાઓના નિવેદનના જવાબમાં કોંગ્રેસ વોટિંગ દ્વારા વિપક્ષને જવાબ આપવા માંગતું હતું. બુધવારે સવારે નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવે વિધાનસભામાં ધમકી આપી હતી કે બસ અમે નંબર 1 અને 2ના ઇશારાની રાહ જોઈ રહ્યા છીએ. મંજૂરી મળશે તો કમલનાથ સરકારને પાડી દેવામાં 24 કલાક પણ થશે નહીં. આ મુદ્દે સીએમ કમલનાથે તેમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો પડકાર આપ્યો હતો અને કહ્યું હતું કે અમારી સરકાર પાંચ વર્ષ પૂરા કરશે. સાંજ થતા-થતા કમલનાથે ભાજપના બે ધારાસભ્યો તોડીને પોતાની વાત સાબિત પણ કરી દીધી હતી.
First published: July 24, 2019, 6:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading