Home /News /india /

વિદેશી સહાય મામલો: CPIએ કેન્દ્રને કહ્યું, પહેલા 2600 કરોડ આપો પછી UAEની ઓફર ફગાવો

વિદેશી સહાય મામલો: CPIએ કેન્દ્રને કહ્યું, પહેલા 2600 કરોડ આપો પછી UAEની ઓફર ફગાવો

કેરળમાં આવેલા ભયાનક પૂરના કારણો લાખો લોકો અસરગ્રસ્ત થયા છે (ફાઇલ ફોટો)

    કેરળમાં આવેલા ભયાનક પૂરના કારણો લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. કુદરતી આપત્તિમાં સપડાયેલા લોકોને મદદ કરવા માટે યુનાઇટેડ આરબ અમિરાત (UAE) સહિતના દેશોએ કેરળને મદદ કરવાની ઓફર કરી છે પણ કેન્દ્ર સરકારે આ મદદ સ્વીકારવાની ના પાડી છે અને કહ્યુ કે, ભારત દેશ તેના પર આવેલી આપત્તિને પહોંચી વળવા સક્ષમ છે.

    જો કે, આ વિવાદ વકર્યો છે અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI)એ જણાવ્યુ છે કે, “કેન્દ્ર સરકાર પહેલા 2600 કરોડ રૂપિયા કેરળને આપે પછી યુએઇ સરકારીની રૂપિયા 700 કરોડની ઓફર ઠૂકરાવે. કેરળ સરકારે કેન્દ્ર સરકાર પાસે આ રકમની તાત્કાલિક ધોરણે આપવા માટે માંગણી કરી છે”.

    કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી સુવર્ણમ સુધાકર રેડ્ડીએ જણાવ્યુ કે, કુદરતી આપત્તિના આ સમયે કેન્દ્ર સરકાર વિદેશી ફંડ ન લેવાના મુદ્દે ખોટી પ્રતિષ્ઠાના દાવા પર ઉભુ છે. જ્યારે દેશમાં કુદરતી આપત્તિ આવે ત્યારે સ્વાભાવિક છે કે, અન્ય દેશો મદદ કરે. ભારતે પણ અન્ય દેશોને આપત્તિને સમયમાં બાંગ્લાદેશ, નેપાળ જેવા દેશોને મદદ કરી છે. પાકિસ્તાનને પણ મદદની ઓફર કરી હતી. એટલે, કેરળમાં આવેલા ભયાનક પૂરમા જે કોઇ દેશ આપણને મદદ કરે તેની સહાય લેવી જોઇએ”

    જો કે, ભાજપ શાષિત કેન્દ્ર સરકારે એવો દાવો કર્યો છે કે, તે માત્ર દેશની નીતિનો અમલ કરે છે. આ નીતિ કોંગ્રેસે બનાવી છે.

    સદીના સૌથી મોટા પૂરનો સામનો કરી રહેલા કેરળ રાજ્યને યુનાઇટેડ આરબ એમિરાત (UAE) સરકાર દ્વારા રૂ 700 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી હતી પણ કેન્દ્ર સરકારે આ સહાય સ્વીકારવાની ના પાડી હતી. આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે.

    આ મામલે કેરળનાં મુખ્યમંત્રી પિનારાયી વિજયને એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, “UAEને અલગ દેશ ગણવો જોઇએ નહીં. યુએઇએ તેની પોતાની રાતે કેરળને મદદ કરવા માટે રૂ700 કરોડની જાહેરાત કરી છે. કેરળના નાગરિકોએ યુએઇ દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે”

    કેરળમાં ભંયકર પૂરને કારણે 223 લોકોએ જીવ ગુમાવ્યા છે અને હવે ધ્વસ્ત થયેલા મકાનો અને રસ્તાઓને ફરી બેઠા કરવાની સૌથી મોટી ચેલેન્જ સામે આવીને ઉભી છે.

    કેન્દ્ર સરકારે કેરળમાં આવેલા પૂરને ગંભીર પ્રકારની કુદરતી આપત્તિ તરીકે જાહેર કરી છે.

    2004ના વર્ષથી ભારત સરકારે વિદેશી સરકારો દ્વારા કરવામાં આવેલી સહાયની ઓફરોનો સ્વીકારી નથી.

    યુ.એ.ઇ સરકારના વાઇસ પ્રસિડેન્ટ શેખ મહોમંદ બિન રશિદ અલ મક્તોમે ટ્વીટ કરીને કહ્યુ કે, કેરળના લોકોને તેમની આ મુશ્કેલીના સમયમાં યુ.એ.ઇ. સરકાર સાથે છે. કેરળના લોકો અમારા દેશની પ્રગતિ અને વિકાસનો મહત્વનો હિસ્સો છે.”

    હજ્જારો કેરળના લોકો યુ.એ.ઇમાં વસવાટ કરે છે. કેરળમાંથી વર્ષો પહેલા સ્થળાતંર કરી યુ.એ.ઇમાં હજ્જારો લોકો સ્થાયી થયા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Floods, Kerala Floods, કેરલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन