Home /News /india /ગ્રાઉન્ડ રિપોર્ટ: શું બુલંદશહેર હિંસાની પાછળ મોટું ષડયંત્ર? ઉઠી રહ્યાં છે ઘણાં સવાલ

ગ્રાઉન્ડ રિપોર્ટ: શું બુલંદશહેર હિંસાની પાછળ મોટું ષડયંત્ર? ઉઠી રહ્યાં છે ઘણાં સવાલ

ભાજપ શાસીત ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં પોતાને ગૌરક્ષક કહેતા એક ટોળાએ ગઇકાલે પોલીસ પર હિંસક હુમલો કરી દીધો હતો.

રોનક કુમાર ગુંજન, યુપી

ભાજપ શાસીત ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં પોતાને ગૌરક્ષક કહેતા એક ટોળાએ ગઇકાલે પોલીસ પર હિંસક હુમલો કરી દીધો હતો. જેમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહની હત્યા કરી નાખી હતી. દરમિયાન અન્ય કેટલાક પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘવાયા છે. પોલીસ અને કથીત ગૌરક્ષકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. હત્યાનો હેતુ વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો છે. આ ઘટનામાં અન્ય એક યુવકનું પણ મોત થયું છે.

બુલંદશહરના સ્યાના વિસ્તારમાં આવેલા એક ગામમાં ખેતરમાં ગૌમાંસ મળ્યું હોવાના દાવા થઇ રહ્યા હતા. જે પછી અનેક લોકો ભેગા થઇ અને રોડ રસ્તા બ્લોક કરી દીધા હતા. જેને વિખેરવા માટે મોટા પ્રમાણમાં પોલીસ પણ પહોંચી હતી. જોકે પોલીસની વિનંતી છતા કોઇ માન્યુ નહીં અને પોલીસ સાથે જ હિંસા આચરવાનું શરુ કરી દીધુ હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તે વાતનો ખુલાસો પણ થયો છે કે ઇન્સપેક્ટરના માથામાં ગોળી મારવામાં આવી હતી. જ્યારે 20 વર્ષનાં સુમિતની મોત પોલીસની ફાયરીંગથી થઇ હતી. ઘટનાક્રમમાં નજર નાંખીએ તો આને સંયાગ જ કહેવાય કે આસપાસ થઇ રહેલી કેટલીક વસ્તુઓ આપસમાં જોડાઇ ગઇ.

શું હતાં સંયોગ?

મહાવ નામના જે ગામમાં ઘટના થઇ ત્યાં સૌથી પહેલા પહોંચનાર પ્રાશાસનિક અધિકારી મામલતદાર રાજકુમાર ભાસ્કર હતા. ન્યૂઝ 18 સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, 'શેરડીનાં ખેતરોમાં ગૌમાંસ લટકી રહ્યું હતું. એવુ લાગી રહ્યું હતું જાણે હેંગરમાં કપડા લટકી રહ્યાં છે. સવાલ એમ છે કે આખરે આવું કોઇ કેમ કરે, બધા રાજ્યની હાલની સ્થિતિ જાણતાં હતાં.'

જુઓ : બુલંદશહર હિંસાનો લાઇવ વીડિયો સામે આવ્યો, જુઓ કેવી રીતે થયું ઈન્સ્પેક્ટરનું મોત

મામલતદારે કહ્યું કે જેવી ગૌમાંસની વાત ફેલી તેવા જ હિન્દુ યુવા વાહિની, શિવ સેના અને બજરંગ દળના કેટલાક સભ્ય ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને તેઓ નારા લગાવીને વિરોધ કરવા લાગ્યા. ભીડ તે પછી ગૌમાંસને ટ્રેક્ટર પર મુકીને બધા બુલંદશહર- ગઢમુક્તેશ્વર હાઇવે પર પ્રદર્શન કરવા માટે જઇ રહ્યાં હતાં.

જાકે જે જગ્યા અને જે સમયે આ લોકોએ પ્રદર્શન કર્યુ તે શકના ઘેરામાં છે. તેવું લાગી રહ્યું છે કે તેઓ જાણીજોઇને વિસ્તારમાં તણાવ વધારવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સોમવારે જ આશરે 10 લાખ મુસ્લિમ જાયરીન બુલંદશહેરમાં ભેગા થયા હતાં. ખાસ વાત એ છે કે આ મુસ્લિમ જાયરીન બુલંદશહર- ગઢમુક્તેશ્વર હાઇવે પરથી જ આવવાનાં હતાં.

આ દરમિયાન પોલીસ ત્યાં આવી ગઇ. તેઓ ટ્રેક્ટરની આગળ ઉભા રહીને ભીડને શાંત કરાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. મામલતદારે કહ્યું, 'અમે ઇચ્છતા હતા કે આ મામલો અહીં જ શાંત થઇ જાય પરંતુ ભીડ અમારી વાત સાંભળવા તૈયાર જ ન હતી. જે પછી આશરે સો લોકો ટ્રેક્ટરમાં બેસીને ચિંગરાવતી પોલીસ મથકમાં પહોંચી ગયા. ધીરે ધીરે ભીડ વધવા લાગી. પોલીસે ભીડને એફઆરઆઈ નોંધાવવાનું કહ્યું, પરંતુ તેઓ હિંસા પર ઉતરી આવ્યાં. '

શહેરના ડીએમ અનુજ ઝાએ જણાવ્યું કે તેમને આ ઘટના અંગે સવારે 11 કલાકે સૂચના મળી. તેમને ખબર મળી કે આશરે 15-20 મરેલી ગાય ચંગારવટી અને સયાનામાં ગામલોકોને મળી છે. તેમણે કહ્યું, 'તેથી આ લોકો બધા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા. જે પછી પોલીસે ભીડને એફઆરઆઈ નોંધાવવાનું કહ્યું, પરંતુ તેઓ હિંસા પર ઉતરી આવ્યાં. જેના કારણે પોલીસને પણ બળપ્રયોગ કરવો પડ્યો. જે પછી મામલો વધારે ઉશ્કેરાયો અને લોકોએ પથ્થરમારો કરવાનો શરૂ કર્યો.'

ઘટનાસ્થળે હાજર અન્ય પોલીસ કર્મીએ કહ્યું કે, પોલીસ ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહને બચાવી શક્યા હોત પરંતુ ભીડે તેમને હોસ્પિટલ લઇ ન જવા દીધા.

સોમવારની રાતે ન્યૂઝ 18એ ઘણાં પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી. આ બધાનું કહેવું છે કે પથ્થર ફેંકનારમાં મહત્તમ લોકો બજરંગ દળ, હિંદૂ યુવા વાહની અને શિવ સેનાના સભ્યો હતાં. જોકે જિલ્લામાં બજરંગ દળના પ્રમુખ યોગેશ રાજે આ બધા આરોપો ફગાવી દીધા છે. તેમણે કહ્યું છે કે, 'અમે લોકો ઘટનાસ્થળ પર હાજર એટલા માટે હતા કારણ કે અમે પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. હિંસા ભડકાવી અમારો હેતુ ન હતો.'

પોલીસ ઇન્સ્પેક્ટર પર થયેલા હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જણાય છે કે ટોળામાંથી જ કોઇએ ગોળીબાર કર્યો હતો. જોકે પથ્થર વાગવાથી પણ મોત નિપજ્યું હોવાની શંકાઓ છે. સમગ્ર વિસ્તારમાં હાલ ભારેલા અગ્ની જેવી સ્થિતિ છે અને હિંસાને કાબુમાં કરવા માટે રેપીડ એક્શન ફોર્સની પાંચ અને પ્રોવિન્સિઅલ આર્મ્ડ ફોર્સિસની છ મળી કુલ ૧૧ કંપનીઓને તૈનાત કરી દેવામાં આવી છે. સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ કુમાર જાએ જણાવ્યું હતું કે સવારમાં અમને સમાચાર મળ્યા હતા કે કેટલાક લોકો અહીં ગૌરક્ષાના નામે પ્રદર્શન કરી રહ્યા છે.

કેટલાક ઢોરના મૃતદેહો પણ લાવ્યા હતા અને તેને રસ્તા પર મુકીને બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે મોટા પ્રમાણમાં ટ્રાફીક પણ જામ થઇ ગયું હતું, બાદમાં પોલીસે ટોળાને વીખેરી રસ્તો ખુલ્લો મુકવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન ઘર્ષણ થતા ટોળામાંથી ગોળીબાર થયો હતો જેમાં સ્થાનિક પીઆઇ સુબોધ કુમારસિંહનું મોત નિપજ્યું હતું. સાથે એક પોલીસ પોસ્ટ અને કેટલાક વાહનોને પણ સળગાવવામા આવ્યા હતા.
First published:

Tags: Bajrang dal, Bulandshahr violence, Uttar Pradesh‬