IIT બોમ્બેના ચાલુ ક્લાસરૂમમાં ગાય ઘૂસી, વીડિયો થયો વાયરલ

News18 Gujarati
Updated: July 29, 2019, 10:22 AM IST
IIT બોમ્બેના ચાલુ ક્લાસરૂમમાં ગાય ઘૂસી, વીડિયો થયો વાયરલ
IIT મુંબઇ

ક્લાસ ચાલુ હતો અને ગાય આવી ચડી પછી શું થયું વીડિયોમાં જુઓ...

  • Share this:
આપણે ત્યાં રસ્તાની વચ્ચે અચાનક ગાય આવી ચડે, દુકાનમાં આખલો ઘૂસી જાય આ બધુ આપણા માટે સામાન્ય છે. આપણે તેને વર્ષોથી સહજભાવે સ્વીકારી ચૂક્યા છીએ. પણ ક્યારેક કોઇ પ્રતિષ્ઠિત સંસ્થામાં અત્યાધુનિક ક્લાસરૂમની વચ્ચે અચાનક જ ગાય આવી ચઢે તો અજાયબી તો સર્જાય! આવું જ કંઇક બન્યું IIT બોમ્બેમાં. IIT બોમ્બેમાં ચાલુ ક્લાસે ગાય ઘૂસી જવાનો વીડિયો હાલ વાયરલ થયો છે.

વીડિયોમાં તમે જોઇ રહ્યા છો કે હાઇ ટેક ક્લાસમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. અને અચાનક જ ગાય આવી ચડે છે! એટલું જ નહીં નીકાળવા જતા તે ગાય પગથિયા પણ ટપ ટપ ચડી જાય છે. આ બધાને વચ્ચે બિચારા વિદ્યાર્થીઓ તે અસમંજસમાં પડે છે અમારે જવું તો જવું ક્યાં!


વળી હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલનું માનીએ તો આ ગાય આઇઆઇટી બોમ્બેના પહેલા માળે આવેલા લેક્ચર હોલમાં ઘૂસી ગઇ હતી. ત્યારે સવાલ એ છે કે ગાય આખો પહેલો માળ ચડી ગઇ, ક્લાસરૂમમાં આવી ગઇ તો કોઇ રોકવાનો કે બહાર કાઢવાનો પ્રયાસ ના કર્યો?



જોકે ગાયના આઇઆઇટીમાં આગમને સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ રીતે અભિવ્યક્ત કરવામાં આવ્યું હતું. જેના થોડા ઉદા. નીચે છે.



First published: July 29, 2019, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading