Home /News /india /

ક્રાઇમ શો કરતાં-કરતાં લખી નાંખી પત્નીની હત્યાની સ્ક્રિપ્ટ, હવે ભોગવશે સજા

ક્રાઇમ શો કરતાં-કરતાં લખી નાંખી પત્નીની હત્યાની સ્ક્રિપ્ટ, હવે ભોગવશે સજા

શડ્યંત્રકારી સુહેબે ઘણી જ શાતિર સ્ક્રિપ્ટ લખીને પત્નીને મારવાનો પ્રયાસ કર્યો પણ આખરે કાયદાની નજરથી તે ન છટકી શક્યો. હવે તેને તેનાં ગુનાની બરાબર સજા મળશે

શડ્યંત્રકારી સુહેબે ઘણી જ શાતિર સ્ક્રિપ્ટ લખીને પત્નીને મારવાનો પ્રયાસ કર્યો પણ આખરે કાયદાની નજરથી તે ન છટકી શક્યો. હવે તેને તેનાં ગુનાની બરાબર સજા મળશે

દિલ્હી: ટીવીનાં સૌથી લોકપ્રિય ક્રાઈમ શોનું એંકરિંગ કરતા કરતા પોતે ક્રિમિનલ બની બેઠેલા એક સુહેબ ઇલિયાસીને આજે કોર્ટ મહત્ત્વની સજા સંભળાવવામાં આવશે. ક્યારેક આખી દુનિયાનાં ખુંખાર આરોપીઓની ઠેકડી ઉડાવી ચુકેલા સુહેબ ઇલિયાસીનાં નસીબનો નિર્ણય આજે દિલ્હી અદાલત લેશે. તેનાં ક્રાઇમ શો 'ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' દ્વારા કેટલાય આરોપીઓને જેલ ભેગાક રનારા સુહેબે તેની જ પત્નીની હત્યા કરી અને બાદમાં સ્યુસાઇડ સ્ક્રિપ્ટ લખી હતી. પરતું કાયદાની તેજ નજરથી તે પોતાને બચાવી ન શક્યો.

-ક્રાઇમ શોનો ચર્ચિત ચહેરો હતો સુહેબ
1998માં તેનો ક્રાઇમ શો શરૂ કર્યા બાદ સુહેબ ટેવીની દુનિયાનો ચર્ચિત ચહેરો બની ગયો હતો. જોત જોતામાં સોહેબ ઇલિયાસીનું નામ શો દ્વારા આખા દેશમાં પ્રખ્યાત થઇ ગયુ પણ 17 વર્ષ પહેલાં કરેલાં એક અપરાધે તેનાંથી તેનું બધુ જ સ્ટારડમ છીનવી લીધું. આ સાથે જ 11 જાન્યુઆરી 2000નાં રોજ સુહેબની પત્ની અંજુ ઇલિયાસીનું રહસ્યમય હાલતમાં મોત થયુ હતું.

-સુહેબે પોલીસને છતર્યા
શરૂઆતનાં દિવસોમાં સુહેબ પોલીસની આંખોમાં ધૂળ નાંખવામાં સફળ ર્હયો. તેણે તેની પત્નની હત્યાને સ્યૂસાઇડમાં ફેરવીદીધુ પણ 17 વર્ષ બાદ આ શનિવારે દિલ્હીની નિચલી કોર્ટે અંજૂની મોત માટે સુહેબ ઇલિયાસીને જ દોષિત ઠેરવ્યો. આજે ફક્ત સજાનું એલાન થશે. સુહેબે તેની પત્નીની હત્યા કરી અને પોતાની લખેલી સ્ક્રિપ્ટથી તેને સ્યૂસાઇડમાં ફેરવી દેવાનો પ્રયાસ કર્યો.

-અંજુનાં પરિવારને હતી સુહેબ પર શંકા
સચ્ચાઇ એ હતી કે, ઇલિયાસીએ તેનાં ખાસ મિત્રને સૌથી પહેલાં તેની પત્નીના મોતની ખબર આપી. સૂહેબે તેનાં મિત્રને કહ્યું કે, તેની પત્ની અંજૂએ સ્યૂસાઇડ કરીલીધુ છે પણ જેમ આ વાત અંજૂનાં પરિવારવાળાને ખબર પડી કે તેમને તેનો આરોપ સુહેબ પર લગાવ્યો. તેમણે કહ્યું કે, અંજૂ સ્યુસાઇડ કરે તેવી યુવતી ન હતી. તેની હત્યા જ થઇ છે. આ મામલે પોલીસે માર્ચ 2000માં તપાસ શરૂ કરી.
સુહેબ ઇલિયાસીની દહેજ અને હત્યાનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે થોડા સમયમાં તે જામીન પર મુક્ત થઇ ગયો હતો. અંજૂનો પરિવાર પણ પોલીસ તાપસથી ખુશ ન હતો. તેથી તે આ મામલો કોર્ટમાં લઇ ગયા.

-હાઇકોર્ટે આપ્યા તપાસનાં આદેશ
વર્ષ 2014માં હાઇકોર્ટે પોલીસને હત્યાની કલમ લગાવી આ કેસની તપાસ ફરી કરવામાં આવે જે બાદ આ કેસની તપાસ ફરી શરૂ થઇ. અને ધીરે ધીરે પુરાવા બહાર આવ્યાં. પુરાવામાં સામે આવ્યું કે, અંજુની હત્યા સુહેબે કાતરથી કરી હતી. જે સલવાર-સૂટ અંજૂએ પહેર્યો હતો તેનાં પર કાતરનો કટ ન હતો એટલું જ નહીં પોસ્ટમોર્ટમ કરનારા ત્રણ ડોક્ટર્સમાંથી એક ડોક્ટર પર પણ હત્યાની શંકા દર્શાવવામાં આવી.
તે બાદ નવી 5 ડોક્ટર્સની પેનલ બનાવવામાં આવી. તે ડોક્ટર્સની ટીમે અંજૂની મોત પર હત્યાની શંકા વ્યક્ત કરી. કારણ કે, અંજૂની મોત સવારે 10.45 વાગ્યે થઇ હતી જ્યારે સુહેબે તેને 12.26 વાગ્યે એમ્સ હોસ્પિટલ ળઇને આવ્યો હતો. પોલીસને બાથરૂમમાંથી પણ લોહીનાં નિશાન મળ્યા હતાં. એટલું જ નહીં તપાસમાં તે પણ સામે આવ્યું કે, બંનેમાં ઘણી વખત ઝઘડા થતા રહેતા હતાં. તેમનાં સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી.

તમામ પુરાવાને પોલીસે કોર્ટની સામે મુક્યા અને કોર્ટે સુહેબ ઇલિયાસીને હત્યાનો દોષી ઠેરવ્યો. આજે દિલ્હીની કડકડ્ડૂમા કોર્ટ ઇલિયાસીને તેનાં ગુનાઓની સજા સંભળાવશે.

-પરિવારથી ઝઘડીને સુહેબ સાથે કર્યા હતા અંજૂએ પ્રેમ લગ્ન
સુહેબ ઇલિયાસી અને અંજૂ વર્ષ 1989માં જામિયા મિલિયા ઇસ્લામિયામાં એક સાથે ભણતા હતાં ત્યારે તેમને પ્રેમ થયો હતો જે બાદ તેમણે પરિવારનાં વિરોધ છતા વર્ષ 1993માં લગ્ન કરી લીધા.

શડ્યંત્રકારી સુહેબે ઘણી જ શાતિર સ્ક્રિપ્ટ લખીને પત્નીને મારવાનો પ્રયાસ કર્યો પણ આખરે કાયદાની નજરથી તે ન છટકી શક્યો. હવે તેને તેનાં ગુનાની બરાબર સજા મળશે.

શું હતો મામલો ?
11 જાન્યુ. 2000માં અંજુ ઈલિયાસીનું મોત
સુહેબ ઈલિયાસીની પત્ની અંજુ ઈલિયાસી
સુહેબ ઈલિયાસી પર હત્યાનો આરોપ
પત્નીની હત્યાને ગણાવી આત્મહત્યા
અંજુના પરિવારે આત્મહત્યા કરી હોવાનો કર્યો ઈન્કાર
માર્ચ 2000માં સુહેબની દહેજ અને હત્યાના કેસમાં ધરપકડ કરાઈ
2014માં હાઈકોર્ટે કેસ અંગે ફરી તપાસના આદેશ આપ્યા
તપાસમાં અંજૂની હત્યા થઈ હોવાનું ખુલ્યુ
16 ડિસે. 2017ના રોજ સુહેબને દોષી જાહેર કરાયો
આજે દિલ્હી કડકડ્ડૂમા કોર્ટ જાહેર કરશે સજા
First published:

Tags: Delhi Court, Wife Murder

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन