વિધાનસભા ચૂંટણી: મધ્ય પ્રદેશનું જાણો ફાઇનલ પરિણામ, કઇ રીતે કોંગ્રેસે મારી બાજી
વિધાનસભા ચૂંટણી: મધ્ય પ્રદેશનું જાણો ફાઇનલ પરિણામ, કઇ રીતે કોંગ્રેસે મારી બાજી
News 18 ક્રિએટીવ
કમલનાથે રાજ્યપાલ આનંદી બેન પટેલને પત્ર લખીને મુલાકાતનો સમય માંગ્યો હતો. પોતાનાં પત્રમાં તેમણે લખ્યું હતું કે તેમની પાસે સ્પષ્ટ બહુમત છે અને રાજ્યપાલ તેમને સરકાર બનાવવાની તક આપે.
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગુંચવાયેલું કોકડુ સુલજી ગયું છે. ફાઈનલ પરિણામ પ્રમાણે 230 સીટમાંથી કોંગ્રેસને 114 સીટ પર જીત મળી છે. કોંગ્રેસ બહુમતના આંકડાથી માત્ર 2 સીટજ દૂર રહી છે અને તે માટે બસપા સુપ્રીમો માયાવતીએ સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેના કારણે બીજેપીનાં સરકાર બનાવવાનું સપનું તુટી ગયું છે. આ દરમિયાન બીજેપી નેતા શિવરાજ સિંહે રાજીનામું આપવા પહોંચ્યા છે.
મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ અને મુખ્યમંત્રી પદનાં સંભવીત ઉમેદવાર કમલનાથે મોડી રાતે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો છે કે તેમની પાસે સ્પષ્ટ બહુમત છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી અપક્ષ ઉમેદવારોનાં સંપર્કમાં છે.
આ પહેલા કમલનાથે રાજ્યપાલ આનંદી બેન પટેલને પત્ર લખીને મુલાકાતનો સમય માંગ્યો હતો. પોતાનાં પત્રમાં તેમણે લખ્યું હતું કે તેમની પાસે સ્પષ્ટ બહુમત છે અને રાજ્યપાલ તેમને સરકાર બનાવવાની તક આપે. ત્યારે
રાજ્યભવમાંથી કહેવડાવવામાં આવ્યું કે ચૂંટણી આયોગ જ્યાં સુધી પરિણામોની જાહેરાત ન કરે તે પહેલા રાજ્યપાલ કોઇપણ પાર્ટી સાથે મુલાકાત કરી ન શકે.
મધ્યપ્રદેશમાં કાંટાની ટક્કર, છત્તીસગઢમાં કોંગ્રેસના પક્ષમાં રૂઝાન મધ્યપ્રદેશ સાથે મળી રહ્યા છે. શરૂઆતી રૂઝાનોમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસ 106 બેઠક પર આગળ
ચાલી રહી છે. ભાજપ 108 બેઠક પર આગળ વધી રહ્યા છે. છત્તીસગઢમાં કોંગ્રેસ 54 બેઠક તો ભાજપ 24 બેઠક પર આગળ છે.
અત્યાર સુધી મળતી જાણકારી પ્રમાણે કોંગ્રેસ 115 સીટો પર જીત નોંધાઇ ચુકી છે જ્યારે એક પર તે આગળ છે. જ્યારે બીજેપીને 108 સીટો પર જીત મળી છે અને 2 પર તે આગળ ચાલી રહ્યાં છે. મધ્ય પ્રદેશમાં 15 વર્ષથી
સત્તામાં હતાં.