liveLIVE NOW

રાજ્યપાલે બીજેપી ધારાસભ્ય કે.જી બોપૈયાને બનાવ્યાં પ્રોટેમ સ્પીકર

 • News18 Gujarati
 • | May 18, 2018, 15:54 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 4 YEARS AGO
  15:50 (IST)
  રાજ્યપાલ વજુભાઇ વાળાએ બીજેપી ધારાસભ્ય કે જી બોપૈયાને પ્રોટેમ સ્પીકર નિયુક્ત કર્યા છે. જે અંગે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.  બોપૈયા ત્રણ વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. 

  13:46 (IST)
   આ અસંવૈધાનિક છે. યેદિયુરપ્પાની પાસે 104 ધારાસભ્યો છે તેમના દ્વારા રાજ્યપાલને આપેલા પત્રમાં 7 દિવસનો સમય માંગ્યો હતો અને તેમાં કોઇ નામ પણ ન હતાં. તો પણ રાજ્યપાલને સરકાર બનાવવા  માટે બોલાવ્યાં. આ અસંવૈધાનિક છે. એટલું જ નહીં ગવર્નરે તેમને 15 દિવસનો સમય આપ્યો. -સિદ્ધારમૈયા 

  13:10 (IST)
  ગુલામ નબી આઝાદે રાજ્યપાલ પર લાલ આંખ કરતા કહ્યું કે, ભારતના ઇતિહાસમાં કોઇપણ ગવર્નરે બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો નથી. તો યેદિયુરપ્પાએ 15 દિવસનો સમય કેમ આપ્યો? કર્ણાટકના સર્વોચ્ચ પદ પર બેસીને વ્યક્તિ કાયદાના દાયરામાં કામ નથી કરી રહ્યાં. 

  12:28 (IST)
  ચીફ સેક્રેટરી સાથે વાત કરીશું અને કાલે એસેમ્બ્લી સેશન બોલાવાશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે 100 ટકા બહુમતી સાબિત કરીશું 

  12:1 (IST)
  ભાજપના શોભા કરંદલાજે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના આદેશને આવકારીએ છીએ. અમે કાલે ફ્લોર ટેસ્ટમાં મેજોરીટિ સાબિત કરીશું.

  11:58 (IST)
  કોંગ્રેસના વકીલ અશ્વની કુમારે કહ્યું, સુપ્રીમ કોર્ટના નિર્ણયે સંવૈધાનિક નૈતિકતા અને લોકતંત્રની રક્ષા કરી છે. આ નિર્ણયનો અમે સન્માન કરીએ છીએ. સુપ્રીમ કોર્ટમાં લોકોનો વિશ્વાસ ફરીથી વધ્યો છે.

  11:45 (IST)
  સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં કાલે સાંજે 4 કલાકે ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  11:41 (IST)
   બીએસ યેદિયુરપ્પાએ કાલે ફ્લોર ટેસ્ટ કરાવવાનો વિરોધ કર્યો છે. બીજેપીના વકીલ મુકુલ રોહતગીએ જરૂરી સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટએ કહ્યું છે કે અમે વધારે સમય નથી આપી શકતા.

  11:40 (IST)

  કર્ણાટક સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં તુષાર મહેતાએ કહ્યું  કે ગવર્નરને કોંગ્રેસ-જેડીએસ તરફથી ધારાસભ્યોને સહીવાળો પત્ર નથી મળ્યો.

  11:34 (IST)
  સુપ્રીમ કોર્ટમાં કુમારસ્વામી તરફથી આવેલા કપિલ સિબ્બલે કહ્યું કે આવા મામલામાં રાજ્યપાલને પોતાના વિશેષાધિકારનો ઉપયોગ ન કરવો જોઇએ?

  કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવેલી બીજેપીના નેતા બી. એસ. યેદિયુરપ્પાએ વિવાદો વચ્ચે ગુરૂવારે મુખ્યમંત્રી પદની શપથ લીધી છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ બહુમતવાળા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રિત ન કર્યા જેના કારણે કોંગ્રેસ શુક્રવારે દેશભરમાં 'લોકતંત્ર બચાવો દિવસ' ઉજવશે. કોંગ્રેસે રાજ્યપાલના નિર્ણયને લોકતત્રની હત્યા ગણાવી છે. આ વચ્ચે ખરીદીની આશંકાઓને જોતા કોંગ્રેસ અને જેડીએસએ પોતાના ધારાસભ્યોને હૈદરાબાદ મોકલી દીધા છે.

  જ્યારે બીજી તરફ રાજ્યપાલના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે જેની ઉપર આજે શુક્રવારે સવારે 10.30 કલાકે સુનાવણી થશે. આ પહેલા યેદિયુરપ્પાને શપથ લેતા રોકવા માટે કોંગ્રેસ અને જેડીએસે બુધવારે રાતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તરત સુનાવણીની અપીલ કરી હતી. મામલાની સુનાવણી માટે અડધી રાત પછી કોર્ટ ખુલી હતી. જસ્ટિસ એકે સીકરી, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ બોબડેની બેંચે સુનાવણી દરમિયાન કહ્યું કે તેઓ યેદિયુરપ્પાના શપથગ્રહણને રોકી નથી શકતાં. જો કે જજોએ સરકાર બનાવવાના દાવા માટે યેદિયુરપ્પાએ રાજ્યપાલને જે પત્ર લખ્યો છે તે મંગાવવામાં આવ્યો છે. આજે આ પત્રના આધારે સુનાવણી થશે.

  કર્ણાટક વિધાનસભાની 222 બેઠક પર આવેલી પરિણામોમાં ભાજપ-104, કોંગ્રેસ-78, જેડીએસ-37 અને અન્યને 2 બેઠક મળી છે. વિપક્ષની સરકાર બનશે કે બીજેપી બહુમત સાબિત કરશે એ જાણવામાં આખા દેશને રસ છે. કર્ણાટક રાજ્યપાલ વજુભાઇ વાળાએ સૌથી મોટી પાર્ટી ભાજપના નેતા યેદિયુરપ્પાને સરકાર માટે આમંત્રણ આપતાં યેદિયુરપ્પાએ ગુરૂવારે સવારે 9 કલાકે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.