Home /News /india /ગોવામાં કોંગ્રેસે કર્યો સરકાર રચવાનો દાવો તો અમિત શાહે નવા CM શોધવા મોકલી ટીમ

ગોવામાં કોંગ્રેસે કર્યો સરકાર રચવાનો દાવો તો અમિત શાહે નવા CM શોધવા મોકલી ટીમ

ગોવામાં લાંબા સમયથી ચાલી રહેલી રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસે શનિવારે સરકાર બનાવવનો દાવો કર્યો છે

કોંગ્રેસે દાવો કર્યો છે કે વિધાનસભામાં બીજેપી પાસે બહુમત નથી અને કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. એટલે કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળવી જોઇએ.

ન્યૂઝ 18 ગુજરાતી: ગોવામાં લાંબા સમયથી ચાલી રહેલી રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસે શનિવારે સરકાર બનાવવનો દાવો કર્યો છે. કોંગ્રેસે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખીને બીજેપીનાં નેતૃત્વવાળી રાજ્ય સરકારને ભંગ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે વિધાનસભામાં બીજેપી પાસે બહુમત નથી અને કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. એટલે કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળવી જોઇએ. બીજી તરફ કોંગ્રેસનાં આ દાવા વચ્ચે શનિવારે બીજેપીએ ઇમરજન્સી બેઠક બોલાવી હતી જેમાં હાલનાં રાજનૈતિક સંકટ પર ચર્ચા થઇ. જણાવવામાં આવે છે કે રવિવારે બીજેપીનાં નેતા ગોવા પહોંચીને મિટીંગ કરી શકે છે.

આ પત્રમાં કોંગ્રેસે તે પણ લખ્યું છે કે ગોવામાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો કોઇપણ પ્રયત્ન ગૈર કાનૂની ગણાશે અને કોંગ્રેસ તેને કોર્ટમાં પડકારશે.

આ પણ વાંચો: મનોહર પારિકર ખુબ જ બીમાર છે, બચવાની કોઇ સંભાવના નથીઃ ગોવાના ડે.સ્પીકર

વિપક્ષનાં નેતા ચંદ્રકાંત કવલેકરે મોકલેલ આ પત્રમાં લખ્યું છે કે, 'મનોહર પરિકરની નેતૃત્વવાળી સરકાર પર જનતા વિશ્વાસ નથી કરતી. સાથે તે વિધાનસભામાં પણ બહુમત ગુમાવી ચુકી છે. અમને વિશ્વાસ છે કે રાજ્યપાલ સંવિધાનનાં નિયમોનું પાલન કરશે.'નોંધનીય છે કે ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પારિકર લાંબા સમયથી બીમાર છે. પરંતુ શનિવારે તેમના નિધનની ઘણી જ અફવાઓ ચાલી હતી. પૈનક્રિયાટિક કેન્સરથી પીડિત 61 વર્ષનાં પારિકરને 31 જાન્યુઆરીનાં રોજ AIIMSમાં દાખલ કર્યા હતાં. હાલમાં જ બીમાર મુખ્યમંત્રીએ 3 માર્ચનાં રોજ ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું છે.
First published:

Tags: Bharatiya Janata Party, કોંગ્રેસ, ગોવા, ભાજપ, મનોહર પારિકર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો