લખનઉ : વોટ્સએપ (Whatsapp)દ્વારા 1400 લોકોના ફોન હેક(Phone Hack)કરવાના મામલામાં એક નવો મોડ આવ્યો છે. કૉંગ્રેસે (Congress)દાવો કર્યો છે કે સરકારે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)નો પણ ફોન હેક કરાવ્યો છે. કૉંગ્રેસ લીડર રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીને વોટ્સએપના હેકિંગનો મેસેજ આવ્યો હતો. હવે અમારી માંગણી છે કે સુપ્રીમ કોર્ટ (Supreme Court) આ મામલાને ધ્યાનમાં લે અને પોતાના અંડરમાં તપાસ કરાવે.
આ સાથે કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું છે કે ગુરુવારે સવારે ભારતના લોકોને ચોંકાવનારી ખબર મળી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ઘણા બધા પત્રકારો, જજો, વકીલો, એક્ટિવિસ્ટ, દલિત અને માનવાધિકારની લડાઇ લડનાર લોકોનો ફોન હેક થયા. સુરજેવાલાએ કહ્યું હતું કે તેમાં ઘણા બધા વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના જજના ફોન પણ સામેલ હોઈ શકે છે.
Randeep Surjewala, Congress: When WhatsApp sent messages to all those whose phones were hacked, one such message was also received by Priyanka Gandhi Vadra. pic.twitter.com/yIulj78GeY
ભારતીય પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓની વોટ્સએપ દ્વારા જાસૂસીના ખુલાસાને લઈને વિપક્ષે સરકાર ઉપર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસે આ ઘટનાને ચિંતાજનક ગણાવી છે અને સરકાર ઉપર જાસૂસીનો આરોપ લગાવ્યો છે.
સરકારે આરોપો ફગાવ્યા
હોમ મિનિસ્ટરે સરકાર દ્વારા જાસૂસીના આરોપોનું ખંડન કરતા કહ્યું હતું કે મીડિયામાં ભારતીય નાગરિકોની પ્રાઇવેસીના ઉલ્લંઘનથી સંબંધિત રિપોર્ટ આવ્યો છે. આ ભારત સરકારને બદનામ કરવાનો પ્રયત્ન છે. ભારત સરકાર પ્રાઇવેસીના અધિકાર સહિત ભારતીય નાગરિકોના બધા મૌલિક અધિકારોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. જે પણ તેનો ભંગ કરવાનો પ્રયત્ન કરશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર