RSS માનહાનિ કેસમાં રાહુલ પર આરોપ નક્કી, કોર્ટમાં કહ્યું ,'હું દોષી નથી'

News18 Gujarati
Updated: June 12, 2018, 1:29 PM IST
RSS માનહાનિ કેસમાં રાહુલ પર આરોપ નક્કી, કોર્ટમાં કહ્યું ,'હું દોષી નથી'

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મંગળવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા થયેલ માનહાનિના મામલામાં મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં હાજર થયા હતાં. આ દરમિયાન તેમના પર આ મામલામાં આરોપ નક્કી કરવામાં આવ્યાં છે. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ પોતાની જાતને નિર્દોષ ગણાવ્યા છે.  તેમણે કહ્યું કે આ મામલામાં હું નિર્દોષ છું. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણ અને અશોક ગેહલોત પણ હાજર રહ્યાં હતાં.

રાહુલ ગાંધીના આ નિવેદન પર ભિવંડી શાખાના સચિવ રાજેશ કૂંટે ભારતીય દંડ સંહિતાની કલમ 499 તથા 500 અંતર્ગત કોસ નોંધાવ્યો છે.

શું છે મામલો?

સંઘ કાર્યકર્તા રાજેશ કુંટેએ 2014માં ભિવંડીમાં રાહુલ ગાંધીનું ભાષણ ભાષણ સાંભળ્યા પછી તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. રાહુલે આ ભાષણમાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીની હત્યાની પાછળ આરએસએસનો હાથ છે.

રાહુલ ગાંધીનો કાર્યક્રમ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મામલે ભિવંડી કોર્ટમાં નિવેદન નોંધાવવા માટે આજે સવારે 8 કલાકે મુંબઇ એરપોર્ટ પહોંચ્યાં હતાં. જે પછી તે સીધા ભિવંડી જવા રવાના થઇ ગયા હતાં. 2019ના લોકસભા ચૂંટણીની તૈયારી માટે કોંગ્રેસ લગભગ 15 હજાર બૂથ સ્તરના કાર્યકર્તાઓના એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત તે પાર્ટી નેતાઓની સાથે બેઠક પણ કરશે. તેઓ સાંજે 4 કલાકે એનસીપી અધ્યક્ષ શરદ પવારની સાથે પણ મુલાકાત કરશે.
First published: June 12, 2018, 12:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading