લોકસભા ચૂંટણી 2019માં કારમાં પરાજય પછી હારનું મનોમંથન કરવા નવી દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના પરાજયને કારણે રાજીનામાની ઓફર કરી હતી પણ CWCએ રાજીનામાને નામંજૂર કર્યું છે. CWCની બેઠક પછી કોંગ્રેસ પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી જનાદેશનું સન્માન કરે છે, પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરનાર 12 કરોડથી વધાર લોકોનો આભાર. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પરાજય પછી રાજીનામાની ઓફર કરી હતી પણ CWCએ તેમનું રાજીનામું નામંજૂર કર્યું છે. રાહુલ ગાંધી પાર્ટીને ફરી સંગઠિત કરશે. CWCની બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીમાં સંરચનાત્મક ફેરફાર કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
Randeep Surjewala, Congress: Party President Rahul Gandhi offered his resignation but it was rejected by the members of CWC unanimously. pic.twitter.com/aXLjPa72aj
કોંગ્રેસ નેતા એકે એન્ટોનીએ કહ્યું હતું કે મને નથી લાગતું કે આ દૂર્ભાગ્યપૂર્ણ પ્રદર્શન છે પણ અમે આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. પાર્ટી આ મુદ્દે વિગતવાર ચર્ચા કરશે. હાલ ફક્ત સામાન્ય ચર્ચા થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર