રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં શાનદાર પ્રદર્શન પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કાર્યકર્તાઓને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન ઘણા મુદ્દા પર વાતચીત કરતા ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલે આ પરિવર્તનનો સમય ગણાવીને કિસાન અને યુવાઓની જીત ગણાવી હતી.
ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ તરફ વલણ હોવા છતા રાહુલ ગાંધીએ ઇવીએમમાં પર સવાલ ઉભા કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી જીત થઈ હોવા છતા ઇવીએમ પર સવાલ ઉઠતા રહેશે. તેની અંદર જે ચીપ હોય છે તેની સાથે છેડછાડ કરવામાં આવે તો આખી ચૂંટણી પોતાના હકમાં કરી શકે છે.
રાહુલે કહ્યું હતું કે જે રીતે કોંગ્રેસ અને વિપક્ષ આગળ વધી રહ્યો છે તેનાથી લાગે છે કે ભાજપને મુશ્કેલ થવાની છે. વિપક્ષ પુરી રીતે સંગઠિત છે અને એકસાથે લડશે. સપા અને બસપા વિચારધારા અમારી નજીક છે. અમે સંભવિત સંગઠનને લઈને ઘણા નરમ હતા પણ વાતચીત બની ન હતી. જે કાંઈપણ અમે મેળવ્યું તેનાથી હું ઘણો ખુશ છું. જોકે અમે તેલંગણામાં શાનદાર કર્યું હોત તો સારું લાગત.
આ પણ વાંચો - સચિન પાયલટની લવસ્ટોરી છે હટકે, ફારુખ અબ્દુલ્લાની દિકરી સાથે કર્યા છે લગ્ન
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીના મુદ્દા વિશે રાહુલે કહ્યું હતું કે મુખ્યમંત્રીનું પદ એટલો મોટો મુદ્દો નથી. તે અમે જોઈ લેશું.
પ્રધાનમંત્રી મોદી પર ટિપ્પણી કરતા રાહુલે કહ્યું હતું કે જ્યારે પ્રધાનમંત્રી પસંદ થયા ત્યારે ત્રણ આધાર પર થયા હતા. રોજગાર, ભ્રષ્ટાચાર અને ખેડૂત. જોકે તેમાં ખરા ઉતર્યા નથી. અમારી સરકાર બનતાની સાથે જ ખેડુતોના દેવા માફી પર કામ શરુ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો - કોંગ્રેસની જીત પાછળ 4 ગુજરાતીઓનો સિંહફાળો, સંભાળી હતી મહત્વની જવાબદારી