Home /News /india /

પીએમ મોદીની જાતિ પર સવાલ ઉઠાવતા નિવેદન પર કોંગ્રેસના નેતાએ માંગી માફી

પીએમ મોદીની જાતિ પર સવાલ ઉઠાવતા નિવેદન પર કોંગ્રેસના નેતાએ માંગી માફી

સી.પી.જોશી (ફાઇલ તસવીર)

સુરતની મજુરા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વર્ષ સંઘવીએ સી.પી. જોશીનો વીડિયો ટ્વિટ કર્યો હતો.

    નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે તેમની પાર્ટીના નેતા સી.પી. જોશીએ આપેલા નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે અને સી.પી. જોશીને તેમના નિવેદન પર માફી માંગવાનું કહ્યું છે. રાહુલ ગાંધીની નારાજગી બાદ સી.પી.જોશીએ તેમના નિવેદન અંગે માફી માંગી લીધી છે. સી.પી. જોશીએ નિવેદન આપતા કહ્યું હતું કે ફક્ત બ્રાહ્મણો જ હિન્દુ ધર્મ વિશે વાત કરી શકે છે, નરેન્દ્ર મોદી કે ઉમા ભારતી નહીં.

    આ અંગે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, "સી.પી. જોશીનું નિવેદન કોંગ્રેસ પાર્ટીના આદર્શોથી વિરુદ્ધનું છે. પાર્ટીના નેતાઓ એવું કોઈ નિવેદન ન આપે જે પક્ષના સિદ્ધાંતોથી વિરુદ્ધ હોય. સમાજના કોઈ વર્ગને ઠેંસ પહોંચે તેવું કોઈ નિવેદન પાર્ટીના નેતાઓ ન આપે. કોંગ્રેસના સિદ્ધાંતો, કાર્યકરોની ભાવનાઓનું માન રાખીને સી.પી. જોશીને તેમની ભૂલ અંગે પસ્તાવો થવો હોવો જોઈએ. તેમણે પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કરવો જોઈએ.

    CP Joshi, Rahul Gandhi
    સીપી જોશી સાથે રાહુલ ગાંધીની ફાઇલ તસવીર


    સી.પી. જોશીએ માંગી માફી

    રાહુલ ગાંધીની નારાજગી બાદ સી.પી.જોશીએ પોતાના નિવેદન પર માફી માંગી લીધી હતી. આ અંગે ટ્વુિટ કરતા સી.પી.જોશીએ લખ્યું છે કે, "કોંગ્રેસના સિદ્ધાંતો અને કાર્યકરોની ભાવનાઓનું સન્માન કરીને મારા નિવેદનથી સમાજના કોઈ વર્ગની લાગણી દુભાઈ હોય તો તેના માટે હું ખેદ વ્યક્ત કરું છું."

    વીડિયો સામે આવ્યા બાદ થયો હતો વિવાદ

    ગુરુવારે કોંગ્રેસના નેતા સી.પી. જોશીનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તેવો એવું કહી રહ્યા હતા કે ફક્ત બ્રાહ્મણો જ હિન્દુત્વની વાત કરી શકે છે. સુરતની મજુરા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી તરફથી ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં કોંગ્રેસના નેતા હિન્દુત્વ પર બોલવા બદલ પીએમ નરેન્દ્ર મોદી, ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરાની ટીકા કરી હતી.

    સી.પી. જોશીએ શું કહ્યું હતું?

    "કોઈને ખબર છે કે ઉમા ભારતીની જ્ઞાતિ કઈ છે? સાધ્વી ઋતુંભરાની જ્ઞાતિ કઈ છે? આ દેશમાં ધર્મ વિશે જો કોઈને સાચુ જ્ઞાન હોય તો તેઓ બ્રાહ્મણો અને પંડિતો છે. આ ખરેખર દુઃખની વાત છે કે લોધ સમાજમાંથી આવતા ઉમા ભારતી હિન્દુધર્મ વિશે વાત કરે છે. સાધ્વી બીજા કોઈ ધર્મના છે અને હિન્દુત્વ વિશે વાત કરે છે. પીએમ નરેન્દ્ર મોદી અન્ય કોઈ ધર્મના છે અને હિન્દુત્વની વાત કરે છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Hinduism, Hindus, ઉમા ભારતી, નરેન્દ્ર મોદી, પીએમ મોદી, રાહુલ ગાંધી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन