કોંગ્રેસે કહ્યું- મધ્ય પ્રદેશમાં જીતશે તો દલિતને નાયબ મુખ્યમંત્રી બનાવશે

News18 Gujarati
Updated: June 22, 2018, 2:10 PM IST
કોંગ્રેસે કહ્યું- મધ્ય પ્રદેશમાં જીતશે તો દલિતને નાયબ મુખ્યમંત્રી બનાવશે

  • Share this:
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં શરૂ થઇ ગઇ છે અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીએ કોંગ્રેસને ગઠબંધન બાબતે ઠેંગો બતાવતા કોંગ્રેસ તેની રણનીતિ બદલી છે અને દલિતોના મત મળેવવા માટે કોંગ્રેસે જાહેર કર્યુ કે, મધ્યપ્રદેશમાં ચૂંટણી જીતશે તો તેઓ દલિત નેતા સુરેન્દ્ર ચૌહાણને નાયબ મુખ્યમંત્રી બનાવશે.

આ પહેલા બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસને મધ્યપ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન બાબતે ઠેંગો બતાવી દીધો હતો અને બસપાએ એવો નિર્દેશ આપ્યો છે કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે.

બસપાએ એ વાતનો ઇન્કાર કર્યો હતો કે, તેઓ કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી બાબતે ચર્ચા કરી રહ્યા છે. આ બાબતે તેમણે તેમનું વલણ સ્પષ્ટ કર્યુ છે અને જાહેર કર્યુ છે કે, મધ્યપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે અને કોંગ્રેસ સાથે કોઇ ગઠબંધન નહી કરે.

બસપામા એક નેતાએ જણાવ્યુ હતુ કે, અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે બસપા 230 વિધાનસભા બેઠકો પર તેના મધ્યપ્રદેશનાં બસપાના પ્રમુખ નર્મદા પ્રસાદ અહીરવારે મીડિયાને જણાવ્યુ કે, મીડિયાના લોકો દ્વારા એવી જાણકારી મળી છે કે, કોંગ્રેસના નેતાઓ એવુ કહે છે કે તેઓ બસપા સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. પણ હું આ વિશે ચોખવટ કરવા માંગુ છે કે અમે મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણી બાબતે કોઇ પણ પ્રકારના ગઠબંધનની વાત કરી રહ્યા નથીબસપાના આ વલણ પછી કોંગ્રેસે દલિત નેતાને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરતા મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે.

રાજકીય પંડિતોને એમ હતુ કે, ભાજપને ઉખેડી ફેંકવા માટે કોંગ્રેસ અને બસપા ગઠબંધન કરશે પણ સ્થિતિ બદલાઇ ગઇ છે. બસપાએ આ ગઠબંધ કરવાની ના પાડી દીધી છે એટલા માટે હવે કોંગ્રેસ એકલા હાથે ભાજપ સામે બાથ ભીડવી પડશે અને કેટલાક વિસ્તારોમાં ત્રિપાંખીયો જંગ પણ થશે.
First published: June 22, 2018, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading