નરસિંહ રાવના રસ્તે કોંગ્રેસ, સવર્ણો માટે 10 ટકા અનામતની માંગ

અંદાજો એવો લગાવવામાં આવી રહ્યો છે કે સવર્ણોમાં બીજેપી પ્રત્યે ભારે ગુસ્સો છે.

બિહાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અનિલ શર્માએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી ઉચ્ચ જાતિઓના ગરીબો માટે 10 ટકા અનામત આપવાની માંગણી કરે છે

 • Share this:
  એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અને તેની પલટાવી લાવવામાં આવેલા સંશોધન વિધેયકથી સવર્ણોમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે ગુસ્સો છે તેનો લાભ ઉઠાવવા કોંગ્રેસે પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવનો રસ્તો પકડ્યો છે. પાર્ટીએ ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાની માંગણી કરી છે.

  સવર્ણ અનામતને કોંગ્રેસના સર્મથન સંબંધિત એક ખબરને પાર્ટીના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ રી-ટ્વિટ કર્યા પછી બિહાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અનિલ શર્માએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી ઉચ્ચ જાતિઓના ગરીબો માટે 10 ટકા અનામત આપવાની માંગણી કરે છે.

  આ સવર્ણ સંગઠનોના ભારત બંધનું પરિણામ છે. બિહારમાં તેની ઘણી અસર થઈ હતી. અંદાજો એવો લગાવવામાં આવી રહ્યો છે કે સવર્ણોમાં બીજેપી પ્રત્યે ભારે ગુસ્સો છે. જોકે લાલુ યાદવના શાસનકાળની યાદો એટલી કડવી છે કે ઉચ્ચ જાતિઓ આરજેડી સાથે જઈ શકે તેમ નથી.

  મહાગઠબંધનમાં સામેલ હોવાના કારણે એક પ્રકારની રણનિતી પ્રમાણે આ બીડુ કોંગ્રેસ ઝડપ્યું છે. સામાજીક સમીકરણો પ્રમાણે મહાગઠબંધન સીટ શેરિંગમાં પણ સવર્ણોના કોટા કોંગ્રેસના ખાતામાંથી પુરો કરાશે.

  1991માં મંડલ કમિશન રિપોર્ટ લાગુ થયા પછી પીએમ નરસિંહ રાવે પણ ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો પણ 1992માં સુપ્રીમ કોર્ટે તેને અસંવૈધાનિક ગણાવતા ફગાવી દીધો હતો.

  બીજેપીએ પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે 2003માં એક મંત્રી સમુહનું ગઠન કર્યું હતું પણ કોઈ પ્રગતિ થઈ ન હતી અને વાજપેયી સરકાર 2004માં ચુંટણી હારી ગઈ હતી. 2006માં કોંગ્રેસે પણ આવી કમિટી બનાવી હતી. જોકે તેમાં પણ કોઈ પ્રગતિ થઈ ન હતી.

  2019માં લોકસભા ચુંટણી પહેલા બીજેપીને કોઈ પ્રકારે નુકશાન પહોંચે તેનું ગણિત સેટ કરી રહેલા વિપક્ષ પાસે શાનદાર તક છે. આ કારણે કોંગ્રેસે 10 ટકા અનામનની માંગ કરી દીધી છે.
  Published by:Ashish Goyal
  First published: