Home /News /india /

અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં મોટો ખુલાસો! ગયા વખતે અહીં થયુ ન હતુ આયોજન અને ...

અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં મોટો ખુલાસો! ગયા વખતે અહીં થયુ ન હતુ આયોજન અને ...

આ વર્ષે કોંગ્રેસના મંત્રીના દીકરાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આખા મામલામાં કોંગ્રેસના મંત્રીના દીકરા સૌરભ મિઠુ મદાનનું નામ સામે આવી રહ્યું છે.

આ વર્ષે કોંગ્રેસના મંત્રીના દીકરાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આખા મામલામાં કોંગ્રેસના મંત્રીના દીકરા સૌરભ મિઠુ મદાનનું નામ સામે આવી રહ્યું છે.

  પંજાબના અમૃતસરમાં જે જગ્યાએ રેલ દુર્ધટના થઇ હતી ત્યાં ગયા વર્ષે દશેરાનું આયોજન થયું ન હતું. આ વર્ષે કોંગ્રેસના મંત્રીના દીકરાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આખા મામલામાં કોંગ્રેસના મંત્રીના દીકરા સૌરભ મિઠુ મદાનનું નામ સામે આવી રહ્યું છે.

  બીજી તરફ જ્યાં આ આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ખાલી જમીન અને રેલવે ટ્રેકની વચ્ચે 5 ફૂટ ઊંચી દિવાલ હતી. પરંતુ બધા લોકો સારો નજારો જોવા માટે દિવાલ અને ટ્રેક પર ઉભા હતા. આ દરમિયાન જ આ હાદસો થયો હતો. જ્યાં દુર્ઘટના થઇ તે બે ફાટકથી 400 ફૂટના અંતરે આવેલી છે.

  ટ્રેનની વિસલ પણ ન સંભળાઇ

  આ ટ્રેન જલંધરથી અમૃતસર આવી રહી હતી, જે પાટા પરથી ટ્રેન પસાર થવાની હતી ત્યાં રાવણ દહનને નિહાળવા માટે આશરે 300થી વધુ લોકો એકઠા થયા હતા. આ વિસ્તારમાં ડબલ ટ્રેક હોવાથી બન્ને બાજુથી ટ્રેન આવી રહી હતી. જે પાટા પર ઉભેલા લોકો પર ચડી ગઇ હતી. ટ્રેનના ડ્રાઇવરે દુરથી જ વિસલ વગાડવાનું શરુ કર્યું હતું, જોકે તે જ સમયે રાવણનું દહન થઇ રહ્યું હોવાથી લોકો બુમ બરાડા પાડી રહ્યા હતા જેથી ટ્રેનનો અવાજ ન સંભળાયો અને મોટી જાનહાની સર્જાઇ.

  આ પણ વાંચો:  PHOTOS: રાવણ દહન જોઈ રહેલા લોકોને ટ્રેને કચડ્યા, ચારેબાજુ પડી લાશો

  આ પણ વાંચો:  #AmritsarTrainAccident: દુર્ઘટના પછી કેમ આ પોસ્ટર બન્યું ચર્ચાનું કેન્દ્ર

  રેલવેને ન હતી કોઇ જાણકારી

  આ અંગે રેલવેએ કહ્યું કે, પુતળા દહન જોવા માટે લોકો ટ્રેનના પાટા ઉપર એકત્ર થવું એ સ્પષ્ટરૂપથી અતિક્રમણનો મામલો હતો. અને આકાર્યક્રમ અંગે રેલવેએ કોઇ જ મંજૂરી આપી ન હતી. અમૃતસર પ્રશાસન ઉપર આ દુર્ઘટનાની જવાબદારી ઢોળતા સત્તાવાર સુત્રોએ કહ્યું કે, સ્થાનિક અધિકારીઓને દશેરાના કાર્યક્રમની જાણકારી હતી. જેમાં એક વરીષ્ઠ મંત્રીની પત્નીએ પણ હાજરી આપી હતી. રેલવે અધિકારીઓએ કહ્યું કે, "અમને આ અંગે કોઇ જાણકારી આપી ન હતી. અમારી તરફથી કાર્યક્રમને લઇને કોઇ મંજૂરી આપવામાં આવી ન હતી. સ્થાનિક પ્રશાસને આ અંગે જવાબાદી લેવી જોઇએ."
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Amritsar Train Accident, Dussehra, Navratri, Punjab train accident, અમૃતસર, કોંગ્રેસ, પંજાબ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन