કૉંગ્રેસી નેતા ખડગે અને અહમદ પટેલ મુંબઈ પહોંચ્યા, પવાર સાથે મુલાકાત કરી

News18 Gujarati
Updated: November 12, 2019, 7:19 PM IST
કૉંગ્રેસી નેતા ખડગે અને અહમદ પટેલ મુંબઈ પહોંચ્યા, પવાર સાથે મુલાકાત કરી
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ચાલેલા ડ્રામા વચ્ચે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ચાલેલા ડ્રામા વચ્ચે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ચાલેલા ડ્રામા વચ્ચે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ અને કેસી વેણુગોપાલે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે  મુંબઈમાં મુલાકાત કરી હતી.

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અમે એનસીપી સાથે મજબૂતીથી ઉભા છીએ. સરકાર બનાવવાને લઈને શરદ પવાર સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક પછી નિર્ણય કરવામાં આવશે. શિવસેના સાથે વૈચારિક મતભેદ છે પણ એનસીપી સાથે બધુ યોગ્ય છે. અમને એ ખબર છે કે હાલના સમયે પ્રદેશમાં એક સ્થિર સરકારની જરુર છે. બંને પાર્ટીઓ સંયુક્ત રુપથી આ વખતે નિર્ણય કરશે.

આ પણ વાંચો - મહારાષ્ટ્રમાં હાલ 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ

સૂત્રોના મતે સરકાર બનાવવા માટે શિવસેના સામે એનસીપીએ શરત રાખી છે. એનસીપી સરકારમાં 50-50 ફોર્મ્યુલાની માંગણી કરી રહી છે. જે પ્રમાણે અઢી-અઢી વર્ષ માટે સીએમ પદ પણ સામેલ છે. સરકારમાં 11 કેબિનેટ મંત્રીપદ માંગવામાં આવ્યા છે. બીજી તરફ કૉંગ્રેસે પણ સરકારમાં ભાગ બનવાની માંગણી કરતા સ્પીકર પદની માંગણી કરી છે.

મહારાષ્ટ્રમાં હાલ 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં હાલ 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. જો આ દરમિયાન કોઇ પાર્ટી બહુમત સાબિત કરશે તો રાષ્ટ્રપતિ શાસન હટી જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહેવાયું છે કે રાજ્યપાલે કેન્દ્રની પાસે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ મોકલી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ પાર્ટી સરકાર બનાવતી જોવા મળતું નથી. આથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે.
First published: November 12, 2019, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading