નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા દિવ્યા સ્પંદનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને કરેલા ટ્વિટ બાદ સોશિયલ મીડિયામાં તેની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. આ અંગે બીજેપીમાં નારાજગી પ્રવર્તી છે એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટીની અંદર પર નારાજગી વ્યાપી છે.
દિવ્યા સ્પંદનાના ટ્વિટને બીજેપીએ આક્રમક જવાબ આપતા કહ્યું કે, "કોંગ્રેસના મૂલ્યો નીચે આવી રહ્યા છે." આ સાથે બીજેપીએ રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિવ્યા સ્પંદનાએ વડાપ્રધાન મોદી માટે જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેનાથી ખૂદ પાર્ટીના નેતાઓ પણ નારાજ છે.
નોંધનીય છે કે અભિનેત્રીમાંથી રાજકારણમાં પ્રવેશનાર દિવ્યા સ્પંદનાએ સરદાર પટેલ જયંતિના દિવસે મોદીએ અનાવરણ કરેલી સરદાર પટેલની પ્રતિમા સાથે મોદીની તસવીર પર એક કોમેન્ટ કરી હતી.
આ મહિનામાં કોંગ્રેસ નેતા દિવ્યા સ્પંદના બીજી વખત વિવાદમાં ફસાઈ છે. ગયા મહિને દિવ્યાના ટ્વિરના બાયો(ઓળખ)માંથી તેના સોશિયલ મીડિયાનો હોદો દૂર કરવામાં આવ્યો હતો. આને કારણે એવી ચર્ચા જાગી હતી કે પાર્ટીએ તેનો રોલ નાનો કર્યા બાદ તે પાર્ટીથી નારાજ છે.
જોકે, થોડા સમયમાં તેના ટ્વિટર પર જૂનો બાયો પરત આવી ગયો હતો. હાલ દિવ્યાના ટ્વિટર પર તેના બાયોમાં લખવામાં આવ્યું છે કે તે કોંગ્રેસનું સોશિયલ મીડિયા હેન્ડલ કરી રહી છે, તેમજ કોંગ્રેસનું ડિજીટલ કોમ્યુનિકિશનનું કામ જોઈ રહી છે. આ ઉપરાંત તેણે પોતાના બાયોમાં અભિનેત્રી અને પૂર્વ સાંસદ પણ લખ્યું છે.
Ummm no, it is the values of the Congress that are dropping.
Historical disdain for Sardar Patel + Pathological dislike for @narendramodi = Such language.
આ પહેલા દિવ્યાએ નરેન્દ્ર મોદીને એક પોસ્ટમાં "ચોર" કહ્યા હતા. જે બાદમાં ઉત્તર પ્રદેશમાં તેની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિવ્યાએ મોદીના મીણના પૂતળાની એક તસવીર પોસ્ટ કરી હતી જેના માથા પર હિન્દીમાં ચોર લખ્યું હતું.