કર્ણાટકમાં ચૂંટણી પરિણામ સામે આવ્યાં પછી બીજેપી અને કોંગ્રેસ-જેડીએસ વચ્ચે સરકાર બનાવવાની જંગ ચાલુ જ છે. અહીંયા કેટલો મોટો મુકાબલો હશે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ચાર સીટો પર જીતનું અંતર માત્ર 700 વોટ છે.
કોંગ્રેસના પ્રતાપગૌડા પાટિલ મસ્કી વિધાનસભા સીટથી માત્ર 213 વોટોથી જીત્યાં હતાં. પરવડામાં કોંગ્રેસના વેંકટરમનપ્પા 409 વોટોથી જીત્યાં. કર્ણાટક ચૂંટણીમાં સારા પ્રદર્શન છતાંપણ વોટના ટકાના મામલામાં બીજેપી, કોંગ્રેસને પછાડી નથી શકી. આ બીજેપીની પોલ મશીનરીની રાજનૈતિક તાકાત પણ બતાવે છે. જે દ્વારા ઓછા વોટ ટકામાં પણ વધારે સીટ મેળવવામાં સફળતા મળી.
ઇલેક્શન કમિશનના આંકડા પ્રમાણે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો વોટ પ્રતિશત 37.9 ટકા રહ્યું. જ્યારે બીજેપીનો વોટ પ્રતિશત 36.2 રહ્યું. રસપ્રદ વાત એ છે કે કર્ણાટક ચૂંટણીમાં બીજેપી ક્યારે પણ કોંગ્રેસથી વધારે વોટ ટકા મેળવી નથી શકી. 2008 ચૂંટણીમાં પણ બીજેપી, કોંગ્રેસથી વધારે વોટ મેળવી નથી શકી. જ્યારે આ ચૂંટણીમાં 110 સીટો મેળવી શકી છે.
આ ચૂંટણીમાં બીજેપી 33.86 ટકા વોટ મેળવ્યાં હતાં. જ્યારે પ્રતિદ્વન્દી કોંગ્રેસને 35.13 ટકા વોટ મળશે. 2013માં બીજેપીએ 40 સીટો 19.9 ટકા વોટ મળ્યાં હતી. આ ચૂંટણીમાં 36.6 ટકા વોટ મળ્યાં છે. હિરેકેરૂરમાં કોંગ્રેસે બસાવનગૌડાએ માત્ર 555 વોટોથી જીત મેળવી છે
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર