Home /News /india /તેલંગાણામાં હાર્યા તો કોંગ્રેસે EVMમાં ગરબડની ફરિયાદ કરી

તેલંગાણામાં હાર્યા તો કોંગ્રેસે EVMમાં ગરબડની ફરિયાદ કરી

ત્રણ રાજ્યોમાં ઇવીએમ બરાબર, તેલંગાણામાં હાર્યા તો કોંગ્રેસે ઇવીએમમાં ગરબડની ફરિયાદ કરી

કોંગ્રેસ ઇવીએમમાં ગરબડનો મુદ્દો હંમેશા પોતાની પાસે જ રાખવા માંગે છે

  કોંગ્રેસ ઇવીએમમાં ગરબડીનો મુદ્દો હંમેશા પોતાની પાસે જ રાખવા માંગે છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં શરુઆતના આંકડા પ્રમાણે કોંગ્રેસ સરકાર બનાવે તેવી સંભાવના છે. આ રાજ્યોમાં કોંગ્રેસને ઇવીએમમાં કોઈ ગોટાળો દેખાતો નથી અને આ મુદ્દે હજુ સુધી ક્યાંયથી અવાજ પણ આવ્યો નથી. બીજી તરફ તેલંગાણામાં શરુઆતના આંકડા પ્રમાણે ખરાબ રીતે પરાજચ ફાળતા ઇવીએમ પર દોષનો ટોપલો ઢોળવાનું શરુ કરી દીધું છે.

  કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે તેલંગણા ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. પોતાની ફરિયાદમાં કોંગ્રેસે ચૂંટણી પંચને કહ્યું છે કે ચૂંટણી દરમિયાન ઇવીએમમાં છેડછાડ કરવામાં આવી છે. તેલંગાણામાં પ્રથમ સીટ AIMIMના ખાતામાં આવી હતી. AIMIM અસદુદ્દીન ઔવેસીનો ભાઈ અકબરુદ્દિન ઔવેસી ચંદ્રયાનગુટ્ટા સીટ પરથી ચૂંટણી જીત્યો હતો. ટીઆરએસ ઉમેદવાર હરીશ રાવે સિડ્ડીપીટ સીટ પરથી રેકોર્ડ 1.20 લાખ વોટથી જીત મેળવી છે.

  આ પણ વાંચો - કોંગ્રેસની જીતથી હાર્દિક હરખાયો, 'પહેલા કપિલને(મોદી) જોતા હતા, હવે વિરાટને (રાહુલ) જોઈએ છીએ'

  119 વિધાનસભા સીટોવાળા તેલંગાણામાં શરુઆતના આંકડા પ્રમાણે ટીઆરએસ 80થી વધારે સીટો મેળવે તેવી સંભાવના છે. આ આંકડા બહુમતથી ઘણા વધારે છે. તેલંગાણામાં સરકાર બનાવવા માટે 60 સીટો જોઈએ. તેલંગાણામાં કોંગ્રેસ 20 સીટો પર આગળ ચાલી રહી છે. ઔવેસીના પાર્ટી AIMIM સીટો પર અને બીજેપી 2 સીટો પર આગળ ચાલી રહી છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Telangana, Telangana Election, ઇવીએમ, કોંગ્રેસ, ચૂંટણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन