Home /News /india /પેટ્રોલ-ડીઝલની કિંમતના વધારાના વિરોધમાં સોમવારે કોંગ્રેસનું 'ભારત બંધ'

પેટ્રોલ-ડીઝલની કિંમતના વધારાના વિરોધમાં સોમવારે કોંગ્રેસનું 'ભારત બંધ'

ન્યૂઝ 18 ક્રિએટિવ

કોંગ્રેસનું કહેવું છે કે ઊંઘી રહેલી સરકારને જગાડવા માટે 'ભારત બંધ'નું એલાન કરવામાં આવ્યું છે, સવારે નવ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ભારત બંધ રહશે.

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ, ખેડૂતોને પાકનું યોગ્ય વળતર ન મળવું અને ખેડૂતોના દેવામાફી મુદ્દે કોંગ્રેસે 10 સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસના અત્યાર સુધી ભારત બંધ પર 18 અન્ય રાજકીય પાર્ટીઓનું સમર્થન મળી ચુક્યું છે.

ભારત બંધને લગતી તમામ માહિતી જાણો

શું છે ભારત બંધ?

કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થઈ રહેલા સતત વધારાને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારને ઘેરવા માટે સોમવારે 'ભારત બંધ'ની જાહેરાત કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે તેણે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે વાતચીત કરી છે, આ પાર્ટીઓએ તેમને સમર્થન આપવાનું વચન આપ્યું છે.

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અશોક ગેહલોતે કહ્યું હતું કે, "આજે દેશનો કઈ પણ વર્ગ ખુશ નથી. મોંઘવારીના મારથી બધાની કમર તૂટી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને કારણે તમામ લોકો પરેશાન છે. હિંસાનો માહોલ છે. દરેક વ્યક્તિ પરેશાન છે."

ભારત બંધનો સમય

કોંગ્રેસનું કહેવું છે કે ઊંઘી રહેલી સરકારને જગાડવા માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, સવારે નવ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ભારત બંધ રહશે. આ સમય રાખવાને કારણે લોકોએ કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે ભારત બંધનું એલાન, શિવસેનાએ લગાવ્યાં 'અચ્છે દિન'ના પોસ્ટર

ભારત બંધને કઈ કઈ પાર્ટીઓનું સમર્થન

પાર્ટી સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીને 'ભારત બંધ' માટે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, જનતા દળ સેક્યુલર, રાષ્ટ્રીય લોકદળ, ઝારખંડ મુક્તિ મોરચા અને બીજા દળોનું સમર્થન કરી રહ્યા છે.

આ રાજ્યમાં રહેશે ભારત બંધ

સોમવારે, ઓડિશા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગોવા, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, તામિલનાડુ, હરિયાણા, કેરળ, તેલંગાણા રાજ્યમાં બંધ રહેશે. આ રાજ્યમાંથી અમુક રાજ્યની સરકારે આ દિવસે સ્કૂલોમાં રજા પણ જાહેર કરી દીધી છે.
First published:

Tags: Diesel, Petrol, Price rise