રામ મંદિરના મુદ્દા પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણીને ટાળવાની કપિલ સિબ્બલની દલીલ તેમના પર ભારી પડતી દેખાઈ રહી છે. સૂત્રો પ્રમાણે કોંગ્રેસે તેમને ગુજરાતની ચૂંટણીથી દૂર રહેવાનું કહી દીધું. જણાવી દઈએ કે બીજેપી આ મુદ્દા પર આક્રમક થઈ ગઈ છે જેની ગુજરાત ચૂંટણી પર તેની ઘણી અસર થતી દેખાઈ રહી છે.
ગુજરાત ચૂંટણીના આ મહત્વના સમયમાં કોઈ ગરબડ ન થાય તે માટે સિબ્બલને પ્રચારથી દૂર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે સ્વિકાર કર્યો છે કે જાહેરજીવન અને રાજનીતિ બંન્નેમાં સક્રિય હોવાના કારણે વકીલોને ક્યારેક વિવેકપુર્ણ થવું પડે છે.
જો કે આ વિવાદ વધયા પછી કપિલ સિબ્બલે કહ્યું કે અમારી આસ્થા ભગવાન રામમાં છે. જ્યારે ભગવાન રામ ચાહશે ત્યારે મંદિર બનશે, મોદીજીના કહેવાથી નહીં બને. તેમણે કહ્યું કે તેઓ સુપ્રિમ કોર્ટમાં સુન્ની બોર્ડનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યાં પીએમ મોદી કોઈપણ જાણકારી વગર બોલી રહ્યાં છે.
આ પહેલા સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા મામલાની સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે દલીલ પણ કરી હતી કે આ મામલાની સુનાવમીને 2019 લોકસભા ચૂંટણી સુધી સ્થગિત કરવામાં આવે. સિબ્બલના આ નિવેદન પછી બીજેપીએ આની પર જોરદાર હુમલો કર્યો છે. જેના પછી કોંગ્રેસે પણ તેમના નિવેદનથી પોતાના હાથ અધ્ધર કરી દીધા હતાં. કોંગ્રેસે સિબ્બલના નિવેદનને તેમનું અંગત નિવેદન કહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર