કર્ણાટક : કોંગ્રેસનો આરોપ - ધારાસભ્યોને તોડવા માટે વોટ્સએપ કોલ કરી રહી છે બીજેપી

News18 Gujarati
Updated: September 24, 2018, 6:25 PM IST
કર્ણાટક : કોંગ્રેસનો આરોપ - ધારાસભ્યોને તોડવા માટે વોટ્સએપ કોલ કરી રહી છે બીજેપી
કોંગ્રેસનો આરોપ - ધારાસભ્યોને તોડવા માટે વોટ્સએપ કોલ કરી રહી છે બીજેપી

લગભગ એક સપ્તાહથી કર્ણાટકની ગઠબંધન સરકાર અસ્થિર થવાની ચર્ચા ચાલી રહી છે. જોકે કોંગ્રેસ અને જેડીએસે સરકાર તુટવાની વાતો ફગાવી દીધી છે

  • Share this:
કર્ણાટકમાં કોંગ્રેસે બીજેપી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે વોટ્સએપ કોલ્સ દ્વારા રાજ્યમાં ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સત્તાધારી સંગઠનમાં સામેલ કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો છે કે ગઠબંધનના ધારાસભ્યો સાબિતી ભેગી કરવા માંગે તો પણ વોટ્સએપના એન્ડ-ટુ-એન્ડ ઇંક્રિપ્શન ટેકનિકના કારણે વાતચીતની રેકોર્ડિંગ થઈ શકતી નથી.

બીજેપી તરફથી કથિત રીતે એચડી કુમારસ્વામી સરકારને અસ્થિર કરવાની અટકળો વચ્ચે કોંગ્રેસ નેતૃત્વએ ધારાસભ્યોને કહ્યું છે કે તે ટેલિફોનનું રેકોર્ડિંગ કરે. જેથી તેમના દાવાને મજબુતી મળી શકે. એઆઈસીસી જનરલ સેક્રેટરી અને કર્ણાટકના ઇન્ચાર્જ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે રાજ્યના બીજેપી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોનો વોટ્સએપથી સંપર્ક કર્યો છે.

મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે યેદીયુરપ્પા પોતે જ સરકાર તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે ધારાસભ્યોને વોટ્સએપ દ્વારા વાત કરી રહ્યા છે. પણ અમે તોડવા સફળ થવા દેશું નહીં. જોકે યેદીયુરપ્પાએ કોંગ્રેસના આ આરોપોને ફગાવી દીધા છે.

લગભગ એક સપ્તાહથી કર્ણાટકની ગઠબંધન સરકાર અસ્થિર થવાની ચર્ચા ચાલી રહી છે. જોકે કોંગ્રેસ અને જેડીએસે સરકાર તુટવાની વાતો ફગાવી દીધી છે. કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુરાવે કહ્યું હતું કે તે વોટ્સએપ કે ટેલીગ્રામનો ઉપયોગ કરી શકે છે પણ અમને તોડી શકશે નહીં. મીડિયા અસ્થિરતાની વાતોને હવા આપી રહી છે. વાસ્તવમાં અમે એકસાથે છીએ અને સરકાર સુરક્ષિત છે.
First published: September 24, 2018, 6:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading