રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ વિધાનસભા ચૂંટણીઓ હારશે: સર્વે

News18 Gujarati
Updated: May 25, 2018, 10:31 AM IST
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ વિધાનસભા ચૂંટણીઓ હારશે: સર્વે

  • Share this:
એબીપી-સીએસડીએસએ કરેલા એક સર્વે મુજબ ભારતીય જનતા પાર્ટી રાજસ્થાન અને મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ હારશે એવી સ્થિતિ છે. આ બંને રાજ્યોમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

આ સર્વેના તારણો મુજબ, જો અત્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજવામાં આવે તો કોંગ્રેસને 49 ટકા વોટ મળે અને 34 ટકા મતો સાથે ભાજપ બીજા ક્રમે આવે.,

આ સર્વે અનુસાર જો લોકસભાની ચૂંટણી કરવામાં આવે તો, મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 49 ટકા મતો મળે અને ભાજપ કરતા કોંગ્રેસને સારી લીડ મળી શકે.

આજ રીતે., રાજસ્થાનમાં, આ સર્વે મુજબ, કોંગ્રેસને ખૂબ મોટી સફળતા મળી શકે છે. જો રાજસ્થાનમાં આજના દિવસે ચૂંટણી કરવામાં આવે તો કોંગ્રેસને 44 ટકા વોટ મળી જ્યારે ભાજપને 39 ટકા વોટ મળે.

થોડા મહિનાઓ અગાઉ, પેટા-ચૂંટણીમાં કોંગ્રેસે ચાર વિધાનસભા બેઠકો જીતી હતી અને બે લોકસભા બેઠકો જીતી હતી.

રાજસ્થાનનાં મુખ્યમંત્રી વંસુધરા રાજે અત્યારે પક્ષમાં વિવિધ પ્રશ્નોથી ઘેરાયેલા છે અને પક્ષ અને લોકોમાં તેમના પ્રત્યે ખુબ નારાજગી છે. આ નારાજગીને દૂર કરવી કપરી સાબિત થશે.આ દરમિયાન, કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધુ છે અને જોરશોરથી તૈયારીઓ કરી દીધી છે. મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર નડે એવી શક્યતા છે.

કોંગ્રેસે તેના જુનાજોગી એવા કમલ નાથને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપી છે અને જ્યાતોરાદિત્ય સિંધીયાને ચૂંટણી પ્રચાર સમિતિનાં અધ્યક્ષ બનાવ્યાં છે.
First published: May 25, 2018
વધુ વાંચો
अगली ख़बर