કૉંગ્રેસ અને NCPએ કહ્યું - ચર્ચા પછી શિવસેનાને સમર્થન આપવાનું વિચારીશું

News18 Gujarati
Updated: November 12, 2019, 8:38 PM IST
કૉંગ્રેસ અને NCPએ કહ્યું - ચર્ચા પછી શિવસેનાને સમર્થન આપવાનું વિચારીશું
કૉંગ્રેસ અને એનસીપી તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી

કૉંગ્રેસ અને એનસીપી તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી , બધા વચ્ચે સહમતી બન્યા પછી જ આગળની નીતિ નક્કી કરવામાં આવશે - NCP

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ચાલેલા ડ્રામા વચ્ચે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ અને કેસી વેણુગોપાલે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. મુલાકાત પછી કૉંગ્રેસ અને એનસીપી તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી.

એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે અમે ફરી ચૂંટણી ઇચ્છતા નથી. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે હાલ કોઈ જલ્દી નથી. પવારે કહ્યું હતું કે સરકારે કેવી રીતે બનાવવી છે? સરકારની નીતિ શું હશે? જ્યાં સુધી કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે નક્કી ના થાય ત્યાં સુધી આગળ વધવાનો કોઈ મતલબ નથી.

કૉંગ્રેસ નેતા અહમદ પટેલે કહ્યું હતું કે જે રીતે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે તેની હું ટિકા કરું છું. આ લોકતંત્ર અને સંવિધાનની મજાક ઉડાવવાનો પ્રયત્ન છે. કૉંગ્રેસને સરકાર બનાવવાની તક ન આપવી રાજ્યપાલની ભૂલ છે. એનસીપી સાથે ચર્ચા કર્યા વગર અમે કોઈ નિર્ણય લેવા માંગતા ન હતા. કૉંગ્રેસ અને એનસીપીમાં કોમન મિનિમમ પ્રોગ્રામને લઈને કોઈ મતભેદ નથી પણ શિવસેનાએ અમારી સાથે ચૂંટણી લડી ન હતી તેથી તેમની સાથે વાત નક્કી થવાની બાકી છે. એનસીપી સાથે વાત કર્યા પછી જ શિવસેના સાથે વાત કરીશું.

આ પણ વાંચો - મહારાષ્ટ્રમાં હાલ 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ

એનસીપી નેતા પ્રફુલ પટેલે કહ્યું હતું કે શિવસેનાએ પ્રથમ વખત 11 નવેમ્બરે અધિકૃત રીતે કૉંગ્રેસ અને એનસીપી પાસે સમર્થન માંગ્યું હતું. નિર્ણય પહેલા બધી બાબતો પર ચર્ચા થશે. બધા વચ્ચે સહમતી બન્યા પછી જ આગળની નીતિ નક્કી કરવામાં આવશે.
First published: November 12, 2019, 8:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading