કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે આતંકીઓ સામે એર સ્ટ્રાઇક વિશે નવી જાણકારી આપીને બધાને ચોંકાવી દીધા છે. રાજનાથ સિંહે કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતે પાકિસ્તાન ઉપર 3 વખત હવાઈ હુમલા કર્યા છે. રાજનાથ સિંહના મતે 2016માં સર્જિકલ સ્ટ્રાઇક અને પછી પુલવામા હુમલા પછી પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક સિવાય એક બીજો પણ હુમલો થયો છે. જોકે તેમણે પાકિસ્તાન પર થયેલા ત્રીજા હુમલા વિશે જાણકારી આપી ન હતી.
ગૃહમંત્રી રાજનાથ સિંહે કર્ણાટકના મંગલુરુમાં કહી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં અમે ત્રણ વખત પોતાની સરહદ બહાર જઈને એર સ્ટ્રાઇકમાં સફળતા મેળવી છે. બે ની જાણકારી આપીશ પણ ત્રીજીની આપીશ નહીં.
આ પણ વાંચો - PM મોદીએ કહ્યું- આપણા વીરોએ આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને માર્યા
આ પહેલા શનિવારે પીએમ મોદીએ અક સભાને સંબોધિત કરતા એર સ્ટ્રાઇકની સાબિતી માંગનાર ઉપર જોરદાર પ્રહારો કર્યા હતા. પીએમે કહ્યું હતું કે એર સ્ટ્રાઇક પછી સૌથી પહેલા પાકિસ્તાને ટ્વિટ કરીને કહ્યું હતું કે ભારતની સેનાએ અમારા ઘરમાં ઘૂસીને માર્યા છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતીય વીરોની બહાદુરીથી પાકિસ્તાને એવું ગભરાઈ ગયું હતું કે સવારે 5 વાગે ચિલ્લાવા લાગ્યું હતું કે મોદીએ માર્યા-મોદીએ માર્યા. જોકે આપણા દેશના કેટલાક લોકોએ 8-9 વાગતા જ શરુ કહેવાનું શરુ કરી દીધું હતું કે ખબર નથી કે આ બાલાકોટ ક્યાં છે અને શું થયું છે.
Published by:Ashish Goyal
First published:March 09, 2019, 18:58 pm