Video : કંપનીનો ટાર્ગેટ પુરો ન થયો તો કર્મચારીઓને માછલી - મરઘાનું લોહી પીવડાવ્યું

ચીનની એક કંપનીનો ટાર્ગેટ પુરો ન થયો તો કંપનીનાં માલિકે ઓફિસનાં કર્મચારીઓને એવી સજા સંભળાવી કે તેમની આંખોમાં આંસુ આવી ગયા.

News18 Gujarati
Updated: August 14, 2019, 3:53 PM IST
Video : કંપનીનો ટાર્ગેટ પુરો ન થયો તો કર્મચારીઓને માછલી - મરઘાનું લોહી પીવડાવ્યું
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 14, 2019, 3:53 PM IST
ન્યૂઝ18ગુજરાતી : ચીનની એક કંપનીનો ટાર્ગેટ પુરો ન થયો તો કંપનીનાં માલિકે ઓફિસનાં કર્મચારીઓને એવી સજા સંભળાવી કે તેમની આંખોમાં આંસુ આવી ગયા. ટારગેટ પુરો ન થવાને કારણે એક કંપનીએ ડઝન જેટલા કર્મચારીઓને જીવતી માછલી અને મરઘાનું લોહી પીવાની સજા આપી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જે પછી આખી દુનિયામાં આની ચર્ચા થઇ રહી છે.

આ વીડિયોમાં જોશો તો દેખાય છે કે એક માણસ કર્મચારીઓને બાલ્ટીમાંથી માછલી નીકાળીને ખાવા આપી છે. કંપનીનાં એક કર્મચારીએ ચીની સમાચારપત્રોએને જણાવ્યું કે આ ઘટના 4 ઓગસ્ટની છે. કંપનીએ 20 કર્મચારીને કંપનીનો ટાર્ગેટ ન પુરો કર્યો તો માછલી અને મરધાનાં લોહી પીવા મજબૂર કર્યા.



સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યાં પછી કંપનીનાં અધિકારીએ કહ્યું કે આવી સજા પછી કર્મચારીઓ ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહીં કરે. આવી સજા તેમને સારૂં કામ કરવા માટે પ્રેરિત કરશે. કંપનીનાં એક અન્ય કર્મચારીએ પણ માન્યું કે આવી ઘટના થઇ છે. પરંતુ કર્મચારીઓએ પોતાની ઇચ્છાથી આમાં ભાગ લીધો હતો.
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...