ઉત્તર ભારતમાં હિમવર્ષા, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઠંડીનો ચમકારો

  • Share this:
ગુજરાતમાં ઉત્તર પૂર્વીય સુકા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યોં છે. સુકા પવનોના કારણે એકાએક ઠંડી વધી છે અને રાત્રીના સમયે તાપમાનનો પારો ગગડ્યોછે. રાજ્યામાં શરૂ થયેલ ઠંડીના કારણે વહેલી સવારે ઠંડીની સાથે ધુમ્મસ પણ જોવા મળે છે. ધુમ્મસ થવાના કારણે સવારે મોડે સુધી અંધારું છવાયેલું રહે છે. સુકા પવનોના કારણે ઠંડીનોચમકારો વધ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું.તો આ તરફ રાજકોટવાસીઓ ઠંડી રક્ષણ મેળવવા માટે જાતજાતના નુશખા અપનાવી રહ્યાં છે. કોઈ જિમમાં જાય છે તો કોઈ રેસકોર્ષ રીંગ રોડ પર મોર્નિંગ વોક કરતા નજરે પડે છે. ત્યારે હાલ શિયાળામાં મોર્નિગ વોક બાદ લોકો જુદા-જુદા સ્વાસ્થયવર્ધક જ્યુસ અને સુપ પીતા જોવા મળી રહ્યાં છે.

ઠંડીમાં લોકો ગરમા ગરમ સુપ અને કઠોળની મજા માણી રહ્યાં છે.


તો બીજી તરફ બનાસકાંઠામાં પણ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે સમગ્ર ઉત્તર ભારત  હિમ વર્ષા થઈ રહી છે જેને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાન નો પારો ગગડતા ઠંડી વધી ગઈ છે. જેથી લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણાનો સહારો લઈ રહ્યાં છે.

ઉત્તર ભારત સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.  ત્યારે ઉતરાખંડના કેદારનાથમાં હિમવર્ષા થઈ.તો દિલ્લીમાં સવારે ધુમ્મસ ભર્યુ વાતાવરણ છવાયું હતું. મ્મસના કારણે રેલ વ્યવહારને અસર પહોંચી હતી. જેથી 11 ટ્રેનો સમય કરતા મોડી ચાલી રહી છે. જ્યારે 9 ટ્રેનને રદ્દ કરવામાં આવી
છે.

First published: