રાજસ્થાનનું હિલસ્ટેશન ઠંડુગાર, માઉન્ટ આબુના નકી તળાવમાં પંખીઓની લટાર

  • Share this:
રાજ્યમાં ધીમે-ધીમે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ત્યારે રાજસ્થાનનું હિલસ્ટેશન ઠંડુગાર જોવા મળ્યું હતું. માઉન્ટ આબુમાં સતત લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો રહ્યો છે. પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રી હતું. જે સતત દિવસેને દિવસે ઘટી રહ્યું છે.

આબુમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકો આબુમાં ઠંડીની મજા માણવા જઈ રહ્યાં છે.માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી નોંધાયું છે. જેથી આબુ હિલસ્ટેશન ઠંડુગાર જોવા મળી રહ્યું છે. આ ઠંડીમાં મજા માણવા માટે પ્રવાસીઓ આબુ જઈ રહ્યાં છે. અને ઠંડીની મજા માણી રહ્યાં છે.તો વળી માઉન્ટ આબુના નકી તળાવમાં પક્ષીઓ લટાર મારતા અને નકી લેકમાં મજા માણતા જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ ઠંડીનું પ્રમાણ વધતા સ્થાનિકો ઠંડીથી ઠુંઠવાય રહ્યાં છે.

First published: