Home /News /india /

CNN-NEWS18 Survey: ઘાટીમાં શાંતિ યથાવત્, લોકોએ કહ્યું - ખતમ થાય આતંકવાદ

CNN-NEWS18 Survey: ઘાટીમાં શાંતિ યથાવત્, લોકોએ કહ્યું - ખતમ થાય આતંકવાદ

CNN-NEWS18 Survey:ઘાટીમાં શાંતિ યથાવત્, લોકોએ કહ્યું - ખતમ થાય આતંકવાદ

મોટા ભાગના લોકો આ નિર્ણયથી ખુશ છે, બધા નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે - સર્વે

    જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય પછી CNN-News18એ સર્વે કર્યો છે. આ સર્વેમાં બહાર આવ્યું છે કે મોટા ભાગના લોકો આ નિર્ણયથી ખુશ છે. તે બધા નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે. CNN-NEWS18ના સર્વેમાં જે લોકો સાથે મુલાકાત કરી હતી તેમણે કહ્યું હતું કે ઘાટીમાં શાંતિ યથાવત્ છે. તેમનું કહેવું છે કે અહીંથી આતંકવાદ ખતમ થાય. જમ્મુ અને કાશ્મીરના યુવાનોનું માનવું છે કે હવે તેમને રોજગારની સારી તકો મળશે. લદ્દાખ ડિવિઝનના લોકોએ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. જોકે કારગિલના લોકોએ કેટલીક ચિંતા વ્યક્ત કરી છે.

    કાશ્મીર ઘાટીમાં પણ કેટલાક લોકો ચિંતિત છે. ઘણા લોકોનું કહેવું છે કે આર્ટિકલ 370 ખતમ કરવો તેમની ઓળખાણ ઉપર હુમલો છે. તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી વધારે છે. તેમણે સરકારને અપીલ કરી છે કે આ મામલે નિર્ણય કરવામાં આવે. જોકે જમ્મુ અને લદ્દાખ ક્ષેત્રના મોટા ભાગના લોકો આ નિર્ણયથી ખુશ છે.

    આ પણ વાંચો - ManVsWild: બેર ગ્રિલ્સે કહ્યું PM મોદીની આ વાત સૌથી વધુ ગમી

    નિર્ણયથી મહિલાઓ ખુશ
    સર્વેમાં એ પણ વાત સામે આવી છે કે આ નિર્ણયથી મહિલાઓ ખુશ છે. અનંતબાગની મિસરા બાનોએ કહ્યું હતું કે આ નિર્ણય સારો છે. આ નિર્ણયથી મહિલાઓનું સશક્તિકરણ થશે. આ સર્વેમાં કાશ્મીર ડિવિઝનમાં 151 (65%), જમ્મુ ડિવિઝનમાં 68 (29%), ડોડા ડિવિઝનમાં 6 (3%) અને લદ્દાખ ડિવિઝન (3%)માંથી લોકોનો સમાવેશ થતો હતો.

    કાશ્મીરમાં 151 લોકોમાંથી 87 (58%) નિર્ણયના સમર્થનમાં અને 45 (30%)તેના વિરોધમાં છે. 2 (3%)લોકો હજુ કશુ પણ કહેવાની સ્થિતિમાં નથી. જમ્મુમાં 68 લોકોમાંથી 63 (93%)લોકોએ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. 3 (4%)લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને 2 (3%)લોકો હજુ કશું કહેવાની સ્થિતિમાં નથી.

    રાજ્યના ડોડા ડિવિઝનમાં કુલ 6 લોકોમાંથી 5 (83%) લોકોએ નિર્ણયને વધાવ્યો હતો. 1 (17%) વ્યક્તિએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ નિર્ણયનો લદ્દાખમાં 6 વ્યક્તિઓમાંથી 4 (67%) લોકોએ નિર્ણયનું સ્વાગત કર્યું છે, જ્યારે 2 (33%) લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: CNN NEWS18, Jammu and kashmir, Ladakh

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन