કોર્ટ જવાબદારી અમને આપી દે, 24 કલાકમાં રામ મંદિરનો ઉકેલ લાવી દઈશું: CM યોગી

News18 Gujarati
Updated: January 26, 2019, 10:50 PM IST
કોર્ટ જવાબદારી અમને આપી દે, 24 કલાકમાં રામ મંદિરનો ઉકેલ લાવી દઈશું: CM યોગી
સીએમ યોગી આદિત્યનાથના મતે હવે રામ મંદિર નિર્માણના મુદ્દે લોકોની ધીરજ ખુટી રહી છે

સીએમ યોગી આદિત્યનાથના મતે હવે રામ મંદિર નિર્માણના મુદ્દે લોકોની ધીરજ ખુટી રહી છે

  • Share this:
સીએમ યોગી આદિત્યનાથના મતે હવે રામ મંદિર નિર્માણના મુદ્દે લોકોની ધીરજ ખુટી રહી છે. જો સુપ્રીમ કોર્ટ તેનો હલ ના કાઢી શકતું હોય તો આ જવાબદારી અમને આપી દે, અમે 24 કલાકમાં આ વિવાદનો ઉકેલ લાવી દઈશું. સીએમ યોગી આદિત્યનાથે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ નિવેદન આપ્યું હતું. જ્યારે સીએમ યોગીને પુછવામાં આવ્યું કે તમે રામ મંદિર વિવાદ કેવી રીતે ઉકેલશો વાતચીત કરીને કે બળ પ્રયોગથી. તો યોગી હસ્યા હતા અને કહ્યું હતું કે પહેલા સુપ્રીમ કોર્ટ અમને આ મામલો આપી તો દે.

ઇન્ડિયા ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં યોગીએ કહ્યું હતું કે હું હજુ પણ સુપ્રીમ કોર્ટને અપીલ કરું છું કે આ વિવાદનો ઉકેલ જલ્દી લાવે. 30 સપ્ટેમ્બર 2010ના રોજ આવેલ અલ્હાબાદ હાઇકોર્ટ બેન્ચના નિર્ણયમાં સ્પષ્ટ થઈ ગયું છે કે બાબરી ઢાંચાને એક હિન્દુ મંદિર કે સ્માકરને ધ્વસ્ત કરીને બનાવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પણ હાઇકોર્ટમાં દાખલ રિપોર્ટમાં માન્યું છે કે મસ્જિદનું નિર્માણ હિન્દુ મંદિરને તોડીને કરવામાં આવ્યું છે. આમા નકામો વિવાદ કરવામાં આવી રહ્યો છે. હું સુપ્રીમ કોર્ટને અપીલ કરું છું કે અમેને જલ્દી ન્યાય આપવામાં આવે. આ મામલે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. જો આ વિષયમાં મોડુ થતું રહેશે તો ન્યાય સંસ્થાન ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી શકે છે.

આ પણ વાંચો - રાહુલ ગાંધી-નીતિન ગડકરીના આ ફોટોએ સૌનું ધ્યાન ખેંચ્યું

સીએમ યોગીએ કહ્યું હતું કે હું કહેવા માંગુ છું કે કોર્ટે જલ્દી પોતાનો નિર્ણય આપવો જોઈએ. જો તે આમ ના કરી શકે તો અમને આ મુદ્દાને સોપી દેવો જોઈએ. અમે 24 કલાકની અંદર રામ જન્મ ભૂમિ વિવાદ ઉકેલી લઈશું, અમને 25 કલાક નહીં થાય.

કેન્દ્ર સરકાર રામ મંદિર મુદ્દે અધ્યાદેશ લાવવાની છે તેવા સવાલ પર યોગીએ કહ્યું હતું કે સંસદમાં એ મામલા પર ચર્ચા થતી નથી જેની ઉપર કોર્ટની સુનાવણી ચાલી રહી હોય. અમે હાલ આ કોર્ટ ઉપર છોડ્યું છે. આ મુદ્દો ચૂંટણીમાં જીતવાનો કે હારવાનો નથી પણ લોકોની આસ્થાનો છે.જો અયોધ્યા વિવાદ ઉકેલી લેવાય અને ટ્રિપલ તલાક પર પ્રતિબંધ લાગુ થઈ જાય તો ભારતમાં તૃષ્ટીકરણની રાજનીતિ હંમેશા માટે ખતમ થઈ જશે.
Published by: Ashish Goyal
First published: January 26, 2019, 10:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading