Home /News /india /યોગી આદિત્યનાથે કહ્યું - ગેરકાયદેસર કતલખાના પર પ્રતિબંધના કારણે યૂપીમાં મોબ લિંચિંગ થઈ નથી

યોગી આદિત્યનાથે કહ્યું - ગેરકાયદેસર કતલખાના પર પ્રતિબંધના કારણે યૂપીમાં મોબ લિંચિંગ થઈ નથી

યોગી આદિત્યનાથે કહ્યું - ગેરકાયદેસર કતલખાના પર પ્રતિબંધના કારણે યૂપીમાં મોબ લિંચિંગ થઈ નથી

યોગી આદિત્યનાથે આ દાવો ન્યૂઝ 18ના અડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે એક ખાસ ઇન્ટરવ્યૂમાં કર્યો

ગોરખપુર : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath)બુધવારે કહ્યું હતું કે યૂપીમાં છેલ્લા અઢી વર્ષમાં મોબ લિંચિંગ (Mob Lynching) અને દંગાની ઘટના બની નથી. કારણ કે અહીં ગેરકાયદેસર સ્લોટર હાઉસ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. યોગી આદિત્યનાથે આ દાવો ન્યૂઝ 18ના અડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે એક ખાસ ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. જ્યારે તમને પુછવામાં આવ્યું કે મોબ લિંચિંગની ઘટનાના કારણે પ્રદેશમાં રોકાણ પ્રભાવિત થયું છે તો તેમણે કહ્યું હતું કે આવું પહેલા થયા કરતું હતું. છેલ્લા અઢી વર્ષમાં એકપણ રમખાણ થયા નથી. બીજી વાત એ કે યૂપીમાં કોઈપણ મોબ લિંચિંગની ઘટના થઈ નથી કારણ કે અમે એવા તત્વો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે જેમના કારણે દંગા થતા હતા. અમે ગેરકાયદેસર સ્લોટર હાઉસ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.

તમને જણાવી દઈએ કે 2017ના પોતાના ચૂંટણી ઢંઢેરા ઉપર અમલ કરતા સરકારે પ્રદેશમાં ગેરકાયદેસર કતલખાના અને સ્લોટર હાઉસ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે ગાયની તસ્કરી ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

આ પણ વાંચો - અયોધ્યા વિવાદ પર બોલ્યા સીએમ યોગી - જો મુસ્લિમ પક્ષની ઇચ્છા હોત તો...

રખડતા પશુઓની સમસ્યાઓને લઈને પણ થઈ રહ્યું છે કામ
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન મુદ્દો રહેલ રખડતા પશુઓને લઈને પણ સરકાર કામ કરી રહી છે અને ઘણા પગલાં ઉઠાવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમે રખડતા પશુઓને લઈને એક કેમ્પેઈન પણ ચલાવ્યું છે. આ સફળ પણ થઈ રહ્યું છે. આજે પ્રદેશમાં લગભગ સાડા ત્રણ લાખની આસપાસ રખડતા પશુઓ છે. અમે એક યોજના લઈને આવ્યા છીએ. જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં એક રખડતી ગાયને રાખે તો તેને મહીને 900 રુપિયા મળશે. જોકે તેની શરત એ છે કે તે ગાયની સેવા કરે. દર મહીને તે ગાયને પશુ ચિકિત્સક પાસે લઈને જાય. અમે તેના માટે પણ પૈસા આપીશું.

આ પણ વાંચો - ...જ્યારે અમિત શાહે યોગી આદિત્યનાથને કહ્યુ હતુ, 'દિલ્હીમાં જ રહેજો, તમારું ખાસ કામ છે'

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ એક સમસ્યા છે કે ગાય જ્યારે દુધ આપવાનું બંધ કરે ત્યારે લોકો ગાયને છોડી મુકે છે. આ ચર્ચાના બે પહેલું છે. પ્રથમ એ છે કે વ્યક્તિની આર્થિક સ્થિતિ અને બીજુ એક ગાય જે 100-200 મિલી લિટર દુધ દેતી હતી પણ હવે તે ઉપયોગી નથી. આ સમસ્યાની દિશામાં પણ અમે કામ કરવાનું શરુ કર્યું છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઉચ્ચ ગુણવત્તા વાળી ગાયોનું સંવર્ધન થાય.
First published:

Tags: CM Yogi Adityanath, Mob lynching, Yogi adityanath

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો