આ વખતે રાષ્ટ્રવાદના નામે લડાશે ચૂંટણી? જાણો સીએમ નીતિશ કુમારનો જવાબ

News18 Gujarati
Updated: April 3, 2019, 9:28 PM IST
આ વખતે રાષ્ટ્રવાદના નામે લડાશે ચૂંટણી? જાણો સીએમ નીતિશ કુમારનો જવાબ
આ વખતે રાષ્ટ્રવાદના નામે લડાશે ચૂંટણી? જાણો સીએમ નીતિશ કુમારનો જવાબ

આ ખાસ વાતચીતમાં નીતિશ કુમારે કહ્યું હતું કે શાહનવાઝ હુસેનનું નિવેદન બેજવાબદાર છે

  • Share this:
નેટવર્ક 18ના ગ્રૂપ એડિટર રાહુલ જોષીને આપેલ એક્સક્લૂઝીવ ઇન્ટરવ્યૂમાં બાલોકોટ એર સ્ટ્રાઇક ઉપર સંતોષ વ્યક્ત કરતા બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું હતું કે રાષ્ટ્ર પર કોઈ પ્રકારનું આક્રમણ કે ખતરો હોય તો આખો દેશ એકજુટ થઈ જાય છે. જેમાં કોઈ રાજનીતિક વાત નથી. જેના હાથમાં નેતૃત્વ છે, જેનો શ્રેય તેને જાય છે. આ માટે લોકોમાં મોદી જીના પ્રત્યે સન્માનનો ભાવ છે. નીતિશ કુમાર રાષ્ટ્રવાદના માહોલમાં ચૂંટણીને લઈને પુછેલા એક સવાલના જવાબ આપી રહ્યા હતા.

જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરની નારાજગીને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે જો પ્રશાંતને કોઈ પરેશાની છે તો તે સમજે. પ્રશાંત કિશોર પાર્ટીનો ભાગ છે તે પાર્ટીનો ઉપાધ્યક્ષ છે. ચૂંટણીમાં પ્રશાંત કિશોર પાર્ટીનો સ્ટાર પ્રચારક છે. પાર્ટીમાં પોતાની ભૂમિકાને લઈને જો કોઈ ભ્રમ છે તો તે તેની પરેશાની છે.

આ પણ વાંચો - વિવેક ઓબરોયનો કોંગ્રેસ પર કટાક્ષ, ફિલ્મથી ડર લાગે છે કે ચોકીદારના ડંડાથી

આ ખાસ વાતચીતમાં નીતિશ કુમારે કહ્યું હતું કે શાહનવાઝ હુસેનનું નિવેદન બેજવાબદાર છે. નીતિશે કહ્યું હતું કે બીજેપીએ તેના આ નિવેદન ઉપર સ્પષ્ટતા કરવી જોઈએ. તેને ભાગલપુર સીટ ઉપર પ્રથમ જીત જેડીયૂની મદદથી મેળવી હતી. મેં તેને જીતવામાં મદદ કરી હતી. તેનું નિવેદન બેજવાબદાર છે. આ નિવેદન પાછું લઈને બીજેપીએ તેની ઉપર સ્પષ્ટતા કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે શાહનવાઝ હુસેને 23 માર્ચે ટ્વિટ કર્યું હતું કે તે ભાગલપુરથી ચૂંટણી લડશે નહીં. તેણે ઇશારો-ઇશારોમાં જેડીયૂને પોતાની ટિકિટ કાપવા માટે જવાબદાર ગણાવ્યું હતું. ગઠબંધન પ્રમાણે ભાગલપુર લોકસભા સીટ જેડીયૂના ખાતામાં ગઈ છે. 2014માં શાહનવાઝ હુસૈન અહીંથી ચૂંટણી લડ્યા હતા અને પરાજય થયો હતો.
First published: April 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,203,128

     
  • Total Confirmed

    1,677,664

    +74,012
  • Cured/Discharged

    372,939

     
  • Total DEATHS

    101,597

    +5,905
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres