ગઠબંધન સરકારે બહુમત ગુમાવી, કુમારસ્વામી તાત્કાલિક રાજીનામું આપે : યેદિયુરપ્પા

News18 Gujarati
Updated: July 8, 2019, 7:32 PM IST
ગઠબંધન સરકારે બહુમત ગુમાવી, કુમારસ્વામી તાત્કાલિક રાજીનામું આપે : યેદિયુરપ્પા
બહુમત ગુમાવી ચુક્યું છે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન, કુમારસ્વામી તાત્કાલિક રાજીનામું આપે : યેદિયુરપ્પા

ગઠબંધન સરકારમાં કોંગ્રેસના બધા 21 મંત્રીઓએ રાજીનામા આપી દીધા

  • Share this:
કર્ણાટકમાં 13 ધારાસભ્યોના રાજીનામા પછી રોજ નીત નવા રાજનીતિક સંકટ બહાર આવી રહ્યા છે. 13 મહિના જૂની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર બચાવવા માટે બંને પાર્ટીઓએ મોટો દાવ ખેલ્યો છે. ગઠબંધન સરકારમાં કોંગ્રેસના બધા 21 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. આના થોડોક સમય પછી જેડીએસના મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા છે. હવે નવેસરથી કેબિનેટ રચાશે.

કર્ણાટકમાં ધારાસભ્યોના સતત રાજીનામાથી બીજેપીમાં સરકાર બનાવવાની આશા જાગી છે. સોમવારે એકમાત્ર અપક્ષ ધારાસભ્ય નાગેશે પણ પોતાનું મંત્રીપદ છોડી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને મોકલી આપ્યું છે. આવા સમયે સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. અપક્ષ ધારાસભ્યે બીજેપીને સપોર્ટ કરવાની વાત કહી છે.

આ પણ વાંચો - કર્ણાટક ધારાસભ્યોના રાજીનામા પર રાજનાથે કહ્યુ- શરૂઆત રાહુલે કરી હતી

આ બધાની વચ્ચે કર્ણાટક બીજેપીના પ્રમુખ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું છે કે અમે ભાજપા વિધાયક દળની બેઠક કરી રહ્યા છે અને ત્યાં યોગ્ય નિર્ણય લેવા જઈ રહ્યા છે. કાલે અમારા બધા કાર્યકર્તા વિરોધ કરશે, કારણ કે કોંગ્રેસ-જેડીએસ સરકાર બહુમત ગુમાવી ચૂકી છે. જેથી સીએમે તરત રાજીનામું આપી દેવું જોઈએ. આ જ લોકોની અપેક્ષા પણ છે. યેદિયુરપ્પાએ કહ્યું હતું કે જ્યારે તેમણે વિશ્વાસ ગુમાવી દીધો છે તો સરકાર ચલાવવાનો કોઇ નૈતિક અધિકાર નથી. જેથી અમે માંગણી કરી રહ્યા છે કે સીએમ તરત રાજીનામું આપે.

બીજેપી નેતા વિનય સહસ્ત્રબુદ્ધે કહ્યું હતું કે કોંગ્રેસને ઘર સંભાળવું ભારે પડી રહ્યું છે. કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની સરકાર સ્થિરતાને લઈને ઘમાસાન મચ્યું છે. આવામાં કોંગ્રેસ, બીજેપી ઉપર ધારાસભ્યો તોડવાનો આરોપ લગાવી રહી છે.
First published: July 8, 2019
વધુ વાંચો
अगली ख़बर