અમે સૌથી મોટી પાર્ટી બન્યા છીએ, BJPના નેતૃત્વમાં ચાલશે સરકાર : દેવેન્દ્ર ફડણવીસ

News18 Gujarati
Updated: October 26, 2019, 10:49 PM IST
અમે સૌથી મોટી પાર્ટી બન્યા છીએ, BJPના નેતૃત્વમાં ચાલશે સરકાર : દેવેન્દ્ર ફડણવીસ
અમે સૌથી મોટી પાર્ટી બન્યા છીએ, BJPના નેતૃત્વમાં ચાલશે સરકાર : દેવેન્દ્ર ફડણવીસ

ફડણવીસના નિવેદન પછી માનવામાં આવે છે કે બીજેપી પોતાના પહેલાના સ્ટેન્ડથી પાછળ હટશે નહીં

 • Share this:
મુંબઈ : બીજેપી (BJP)ના સહયોગી શિવસેના તરફથી 2.5 વર્ષ માટે મુખ્યમંત્રી પદની માંગણી વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)શનિવારે સ્પષ્ટ કરી દીધું છે કે મહારાષ્ટ્ર ચૂંટણી (Maharashtra Elections)માં ગઠબંધનમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી છે. આગામી પાંચ વર્ષ સુધી બીજેપીના નેતૃત્વમાં એક સ્થિર સરકાર ચાલશે. ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં તે એક સ્થિર સરકાર આપશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં બીજેપીની સહયોગી પાર્ટી શિવસેનાએ પોતાના વલણ અડગ કરતા કહ્યું છે કે તેમને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ જોઈએ અને બીજેપી નેતૃત્વએ આ લેખિતમાં આપવું પડશે. જોકે સીએમ ફડણવીસના નિવેદન પછી માનવામાં આવે છે કે બીજેપી પોતાના પહેલાના સ્ટેન્ડથી પાછળ હટશે નહીં. ચૂંટણી પહેલા ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે સીએમ બીજેપીનો જ રહેશે.

મહારાષ્ટ્રમાં સાથે મળીને ચૂંટણી લડેલા બીજેપીને 288 સભ્યોવાળી વિધાનસભામાં 105, જ્યારે શિવસેનાને 56 સીટો મળી છે. ગઠબંધન પાસે બહુમત માટે 145નો આંકડો છે પણ શિવસેનાના બદલાયેલા વલણે સસ્પેન્સ બનાવ્યું છે.આદિત્ય ઠાકરેને સીએમ બનાવવાની માંગણી
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)દ્વારા ભાજપા સાથે સત્તામાં સરખી વહેંચણી કરવાના નવો દાવો કર્યો પછી શનિવારે શિવસેનાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ માંગણી કરી છે કે સરકારમાં આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવામાં આવે.

ઠાણે શહેરના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે કહ્યું હતું કે અમે આદિત્ય ઠાકરે (Aditya Thackeray)ને આગામી મુખ્યમંત્રી તરીકે જોવા માંગીએ છીએ. જોકે અંતિમ નિર્ણય ઉદ્ધવજી કરશે. એક અન્ય ધારાસભ્ય અબ્દુલ સત્તાર, જે ચૂંટણી પહેલા કૉંગ્રેસમાંથી શિવસેનામાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે ઉદ્ધવજી આ મુદ્દે અંતિમ નિર્ણય કરશે.
First published: October 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,158,565

   
 • Total Confirmed

  1,622,049

  +18,397
 • Cured/Discharged

  366,292

   
 • Total DEATHS

  97,192

  +1,500
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres